the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાનો મીટૂ મૂવમેન્ટને લઈ શોકિંગ દાવો, કેટલાંક ચેક લઈને ચૂપ રહ્યાં

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’થી લોકપ્રિય થઈ હતી. લાંબા સમય બાદ ચાહત ખન્ના બોલિવૂડ ફિલ્મ ‘પ્રસ્થાનમ’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મ સંજય દત્તની છે. હાલમાં જ ચાહત ખન્નાએ બોલિવૂડની #MeToo મૂવમેન્ટ અંગે વાત કરી હતી.

શું કહ્યું ચાહત ખન્નાએ?

1. કાસ્ટિંગ ડિરેક્ટર્સ પર આરોપો મૂક્યા

ચાહતે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ફિલ્મ્સ મળતી નહોતી. જ્યારે તેને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કાસ્ટિંગ કાઉચ હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે કહ્યું હતું કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ આમાં સંડોવાયેલા છે પરંતુ કોણ સ્વીકાર કરશે? કાસ્ટિંગ કાઉચ બહુ મોટા સ્તરે ફેલાયેલું છે. તેને આ જ કારણથી ક્યારેય ફિલ્મ્સ મળતી નહોતી અને તેણે ટીવીમાં જ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

2. #MeToo એક ફેશન ટ્રેન્ડ બની ગયો છે

ચાહતને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કેમ ક્યારેય #MeToo મૂવમેન્ટ હેઠળ એક શબ્દ ના બોલી? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે કેટલાંક લોકો ચેક લઈને ચૂપ બેસી ગયા હતાં. જેમણે પબ્લિસિટી સ્ટંટ કરવાનો હતો, તેમનું કામ થઈ ગયું. આ એક ટ્રેન્ડ હતો, જેવી રીતે ફેશન ટ્રેન્ડ હોય છે. કેટલાંકે આને કમાણીમાં રૂપાંતરિત કરી દીધો અને કેટલાંકે કંઈ જ ના કર્યું. વધુમાં તેણે કહ્યું હતું કે તે એવી ઘણી એક્ટ્રેસિસને ઓળખે છે, જેઓ ચૂપ રહી હતી. કેટલાંક એક્ટર્સના નામ આવવા જોઈતા હતાં પરંતુ તેમના નામ આવ્યા જ નહીં. જ્યારે તમે સહન કરો છો, તો શા માટે તમારે મીટૂ જેવા પ્લેટફોર્મની રાહ જોવી પડે? ચાહતે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેને ડિવોર્સ લેવા હતાં અને તેણે લઈ લીધા. તેણે ક્યારેય #MeToo ડિવોર્સ કેમ્પેઈન કે પ્લેટફોર્મની રાહ જોઈ નહોતી.

3. ચાહત સિંગલ મધર છે

ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર 2006માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતાં. આ લગ્નથી ચાહતને એક દીકરી છે. જોકે, લગ્નના થોડા સમય બાદ ચાહતે પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો હતો અને ડિવોર્સ લીધા હતાં. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી 2013માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. ફરહાન તથા ચાહતને એક દીકરી છે. જોકે, લગ્નના થોડાં સમય બાદ ચાહતે બીજા પતિ પર પણ શારીરિક તથા માનસિક શોષણનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ તેણે ફરહાન સાથેના સંબંધોનો અંત લાવીને ડિવોર્સ લીધા હતાં. હાલમાં ચાહત એકલી જ બંને દીકરીઓને ઉછેરી રહી છે. ચાહતે ‘કુમ કુમઃ પ્યારા સા બંધન’, ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ અને ‘હિરો ભક્તિ’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે.