the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

‘પલ પલ દિલ કે પાસ’માં વાર્તા કરતાં લાગણીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું

મુંબઈઃ દેઓલ પરિવારની ત્રીજી પેઢી બોલિવૂડમાં આવી છે. દેઓલ પરિવારની જેમ જ દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતાં. દેઓલ પોતાના બોન્ડિંગ તથા ઈમોશન્સ માટે જાણીતા છે. પરિવારના વડા ધર્મેન્દ્ર પબ્લિક ઈવેન્ટ્સમાં પોતાની લાગણીઓને સહજતાથી વ્યક્ત કરે છે. ફિલ્મની વાત કરીએ તો ડિરેક્ટર સની દેઓલે પાત્રોના ઈમોશન તથા માસૂમિયત સરળતાથી દર્શાવી છે. હિરો કરન સહગલ મનાલીમાં જાણીતી ટ્રેકિંગ કંપનીનો માલિક છે. કરન નાની ઉંમરમાં જ માતા-પિતાને ખોઈ બેઠો હોય છે. દિલ્હીની વીડિયો બ્લોગર સહર સેઠી એક એડવેન્ચર ટ્રિપનું આયોજન કરે છે. તેના સંબંધો વીરેન નારંગ સાથે હોય છે પરંતુ તે પૂરી થવાના અણી પર હોય છે.

ફિલ્મ રિવ્યૂ પલ પલ દિલ કે પાસ
રેટિંગ 2.5/5
સ્ટાર કાસ્ટ કરન દેઓલ, સહર બામ્બા
ડિરેક્ટર સની દેઓલ
પ્રોડ્યૂસર ઝી સ્ટૂડિયો, સની સાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડ
સંગીત સચેત-પરંપરા, તનિષ્ક બાગચી
જોનર રોમેન્ટિક ડ્રામા

કેવી છે ‘પલ પલ દિલ કે પાસ’?

સહરની ટ્રિપ કરનની જ ટ્રેકિંગ કંપની હેઠળ નક્કી થઈ હોય છે. કરન તથા સહરના સ્વભાવ એકબીજાથી તદ્દન અલગ છે. શરૂઆતમાં બંને વચ્ચે ઝઘડાઓ થાય છે પરંતુ મનાલી તથા લાહૌલ સ્પીતિના રમણીય વાતાવરણમાં બંને ખાસ્સો સમય પસાર કરે છે અને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. પછી ફિલ્મમાં લવ ટ્રાયએન્ગલ તથા ફેમિલી ડ્રામા આવે છે. વીરન એ વાત સહન નથી કરી શકતો કે સહર તેને છોડીને બીજાની થાય. કરન તથા સહરનું મિલન થાય છે કે નહીં તેને લઈ ફિલ્મ આગળ ચાલે છે.

ફિલ્મની વાર્તા ઘણી જ સહજ તથા સરળ છે. ફિલ્મમાં બહુ બધા ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવતા નથી. હાલની જનરેશન પ્રેમ મેળવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, તે વાતને ફિલ્મમાં પકડી રાખવામાં આવી છે. પ્રેમના અહેસાસને ગાઢ બનાવવા માટે વાર્તા કરતાં ગીત-સંગીત પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સિદ્ધાર્થ ગરિમાએ ગીતો લખ્યા છે. સચેત-પરંપરા તથા તનિષ્ક બાગચીએ મધુર સંગીત આપ્યું છે.

મનાલી, લાહૌલ સ્પીતિ જેવા સુંદર લોકેશન ફિલ્મમાં છે. આ લોકેશન ફિલ્મને ઘણી જ મદદ કરે છે. જોકે, ગીતોને કારણે ફિલ્મ થોડી લાંબી બની જાય છે. સૂરજ બરજાત્યા ‘વિવાહ’ જેવી ફિલ્મ લઈને આવ્યા હતાં. આ ફિલ્મ ઘણી જ સરળ હતી. અસરકારક રાઈટિંગને કારણે પાત્રોના ઈમોશન્સ ઘણી જ સારી રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જોકે, ‘પલ પલ દિલ કે પાસ’માં એ જ ઈમોશન્સનો અભાવ જોવા મળે છે. કરન દેઓલમાં માસૂમિયત એ હદે જોવા મળે છે કે જ્યારે તે ગુસ્સામાં હોય છે તો પણ તેના ચહેરા પર ગુસ્સો લાગતો નથી. તેની આ પહેલી ફિલ્મ છે અને એ રીતે તેને પર્ફોમન્સને લઈ વધુ કહી શકાય નહીં. અલબત્ત, ફિલ્મની અનેક સીક્વન્સમાં કરનના ચહેરાના હાવભાવ તથા સંવાદોમાં મિસમેચ છે. તેનો ચહેરો સપાટ જોવા મળ્યો છે. તે ચોકલેટી લાગે છે. આગામી ફિલ્મ્સમાં તે કેવી એક્ટિંગ કરે છે, તેના પર બધો આધાર છે. સહર બામ્બાની પણ આ પહેલી ફિલ્મ છે પરંતુ તે ઘણી જ સારી લાગે છે. તેણે પોતાના નટખટ અંદાજને દિલથી સ્ક્રીન પર રજૂ કર્યો છે. વિલન વીરેન નારંગના રોલમાં આકાશ આહુજાએ સારો પ્રયાસ કર્યો છે. સચિન ખેડેકર, કામિની ખન્નાથી લઈ વિલન મેઘના મલિક જેવા કલાકારોની ટેલેન્ટનો ઉપયોગ થઈ શક્યો નથી.