the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાકિસ્તાન – ચીન નહીં જ સુધરે

નરેન્દ્ર મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ એકઝાટકે નાબૂદ કરી નાખી તેથી પાકિસ્તાન બઘવાઈ ગયું છે. ભારત બંધારણની કલમ ૩૭૦ને નાબૂદ કરવાની વાત તો છોડો પણ તેને અડકવાની વાત પણ નહોતું કરતું તેથી પાકિસ્તાને એવું જ માની લીધેલું કે, કાશ્મીર મુદ્દે ભારત કશું કરશે નહીં. મોદીએ પાકિસ્તાનને જાર કા ઝટકા જારથી જ આપી દીધો પછી પાકિસ્તાન દોડતું થઈ ગયું છે. આ રીતે તો ભારત કાલે ઊઠીને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) પર આક્રમણ કરીને એ પણ ખૂંચવી લે ને આપણે મોં વકાસીને જાઈ રહેવા સિવાય કાંઈ નહીં કરી શકીએ એવી ફડક પાકિસ્તાનને પેઠી છે. આ ફડકના કારણે પાકિસ્તાન રઘવાયું થઈને દોડે છે ને જે સામે મળે તેની સામે કાશ્મીરનાં રોદણાં રડવા બેસી જાય છે.કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરીને ભારતે ખોટું કર્યું છે ત્યાંથી શરૂ કરીને ભારત કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ કરીને અત્યાચારો કરે છે ત્યાં લગીનો બકવાસ કરીને એ ભારતને બદનામ કરવા મથ્યા કરે છે. આ મથામણના ભાગરૂપે પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની માનવાધિકારો અંગેની પરિષદમાં પણ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે.પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મંગળવારે યુનાઈટેડ નેશન્સમાં બેઉ હાથે એ ગોળાની ફેંકાફેંકી કરી. ભારત પહેલાં જ પાકિસ્તાનના આ ગોળાઓનો જવાબ આપવાની તૈયારી કરીને બેઠેલું તેથી ભારતે પાકિસ્તાનના આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી. ભારતે સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાનનાં જૂઠાણાંને તોડી પાડતી વાતોનો મારો ચલાવ્યો ને તેના કારણે પાકિસ્તાનનો ફરી પોપટ થઈ ગયો.પાકિસ્તાન હમણાં ચીનના ખોળામાં બેઠેલું છે તેથી ચીન પણ તેની ભાષા બોલે છે. ચીનના વિદેશ પ્રધાન હમણાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા. એ મુલાકાત પછી પાકિસ્તાન-ચીને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું તેમાં પણ કાશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ ગણાવ્યો છે. ચીને કાશ્મીર માટે ઈતિહાસના કારણે પેદા થયેલો વિવાદ ગણાવ્યો છે. આ બધી વાતો પણ પાકિસ્તાનના હવાતિયાંનો જ ભાગ છે.પાકિસ્તાનનાં આ હવાતિયાં નવાં નથી ને એ પહેલાં પણ યુનાઈટેડ નેશન્સમાં ગયેલા જ પણ એ વખતેય કંઈ નહોતું વળ્યું ને ફરી એવું જ થયું. આપણે કલમ ૩૭૦ નાબૂદ કરી તેનાથી પાકિસ્તાન સાવ હતપ્રભ થઈ ગયેલું. એ પછી કળ વળી એટલે ઈમરાન રઘવાયા થઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે દોડ્યા હતા ને ચીનના પણ પગ પકડ્યા હતા. બીજા દેશો સામે પણ ઈમરાને રાવ નાખેલી પણ કોઈ તેની વાત સાંભળવા જ રાજી નહોતું. ભારતે પણ ઈમરાનના ઉધામાને ગણકાર્યા નહીં ને હાથી પાછળ કૂતરું ભસે સમજીને અવગણના કરી.ઈમરાન ખાને આબરુ બચાવવા માટે ચીનને આજીજી કરીને યુનાઈટેડ નેશન્સની સિક્્યુરિટી કાઉÂન્સલમાં ગમે તે રીતે આ મુદ્દો ઘુસાડ્યો હતો કે જેથી પાકિસ્તાનીઓને લાગે કે, ઈમરાન સાવ પોણિયો નથી. જા કે, સિક્્યુરિટી કાઉÂન્સલમાં પણ કોઈ પાકિસ્તાનની વાત સાંભળવા તૈયાર નહોતું. ચીનનાં આર્થિક ને બીજાં હિતો પાકિસ્તાન સાથે સંકળાયેલાં છે એટલે ચીન તેને ખોળામાં લઈને બેઠું છે તેથી ચીને ગમે તેમ પાકિસ્તાનનો પક્ષ લેવો જ પડે. ચીનને ભારતની અદેખાઈ છે ને ભારતની મેથી મારવામાં પૂરેપૂરો રસ છે તેથી ચીન તેના પડખે રહેલું, બલકે ચીને જ પાકિસ્તાનના કહેવાથી સિક્્યુરિટી કાઉÂન્સલ પર દબાણ કરીને આ મુદ્દો ઘુસાજવા કોશિશ કરી હતી, પણ કશું નહોતું વળ્યું. કોઈ દેશ આ મુદ્દે ચર્ચા કરવા જ તૈયાર ન થયો.