the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાકે. આતંકી હુમલા માટે મસૂદ અઝહરને છોડ્યો, રાજસ્થાન બોર્ડર પર વધુ સેના તહેનાત કરી

  • ઈન્ટેલિજન્સ બ્યુરોના જણાવ્યા પ્રમાણે- જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી સીમા પર ઘૂસણખોરીની ઘટના વધી

  • ખાનગી એજન્સીઓએ કહ્યું કે, પાકિસ્તાન અને ત્યાંના આતંકી સંગઠન ભારતમાં મોટા બ્લાસ્ટનું કાવતરું ઘડી રહ્યા છે

  • સેના અને પોલીસે 21 ઓગસ્ટે લશકર-એ-તોઈબાના 2 આતંકીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: ભારતીય ખાનગી એજન્સી આઈબીએ જમ્મુ અને રાજસ્થાન બોર્ડર પર આતંકી ઘૂસણખોરી અને બ્લાસ્ટ વિશે એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઈબીના બે અધિકારીઓએ કહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને છોડી દેવામાં આવ્યો છે. તે સાથે જ પાકિસ્તાને જમ્મુ અને રાજસ્થાન સેક્ટરમાં તેમના વધુ સૈનિકો તહેનાત કરી દીધા છે.

ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા આપાવમાં આવેલી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીકથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછીથી બોર્ડર પર સતત ઘૂસરણખોરી વધી રહી છે. પાકિસ્તાન અને આતંકી સંગઠન મોટા બ્લાસ્ટનું કાવતરુ ઘડી રહ્યા છે. આતંકીઓ સતત બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. આઈબીએ રાજસ્થાન-જમ્મુ બોર્ડર પર તહેનાત બીએસએફ અને સેનાના અધિકારીઓને પણ એલર્ટ મોકલ્યું છે.

ઈમરાન ખાને ભારતને ધમકી આપી હતી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, ભારત જમ્મુ-કાશ્મીરમાં જે પણ કઈ કરી રહ્યું છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતે અનુચ્છેદ 370 ખતમ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા છે. ભારતના આ નિર્ણયને વૈશ્વિક સમુદાય દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યો છે. તેના કારણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર અમારી દુખતી નસ છે. તેના માટે અમે છેલ્લી ગોળી સુધી લડીશું.

બોર્ડર પર ઘૂસણખોરી કરી રહેલાં લશકરના બે આતંકીઓની ધરપકડ
તાજેતરમાં જ સેના અને પોલીસે 4 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટે લશકર-એ-તોઈબાના 2 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આતંકીઓએ કબુલ્યું છે કે, એલઓસીની બીજી બાજુથી પાકિસ્તાની સેના અમારી મદદ કરી રહી છે. પાકિસ્તાની સેનાની મદદથી જ અમને ઘૂસણખોરી અને હુમલાની ટ્રેનિંગ મળી છે. સેનાના લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને કહ્યું કે, પાંચથી સાત આતંકીઓ રોજ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે.

30 દિવસમાં પાંચ કાશ્મીરીઓના મોત
લેફ્ટનન્ટ જનરલ ઢિલ્લોને જણાવ્યું કે, 6 ઓગસ્ટે પથ્થરમારા દરમિયાન ઘાયલ થયેલા કાશ્મીરી નાગરિક અસરાર અહમદ ખાનનું બુધવારે મોત થઈ ગયું છે. છેલ્લાં 30 દિવસમાં આ પાંચમા કાશ્મીરી નાગરિકનું મોત છે. આ બધુ પાકિસ્તાનના આતંકીઓ, પથ્થરબાજો અને કઠપુતળીઓના કારણે થઈ રહ્યું છે.