the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બુધવારે અગિયારસનું વ્રત પિતૃઓને મોક્ષ અપાવશે, આ વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરો

ધર્મ ડેસ્કઃ દર મહિને આવતી વદ અને સુદ પક્ષની અગિયારસનું ખૂબ જ મહત્ત્વ છે. ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ વ્રત 25 સપ્ટેમ્બર, બુધવારે કરવામાં આવશે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતમાં વિધિ-વિધાનથી ઉપવાસ રાખવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને શ્રીહરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

અગિયારસનું વ્રત અને પૂજા વિધિઃ-

– આ અગિયારસમાં શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે.
– આ દિવસે સ્નાન કરીને સવારે ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજાનું સંકલ્પ લેવું જોઇએ. આ વ્રતનું પુણ્ય પિતૃઓને આપવા માંગો છો તો સંકલ્પમાં સ્પષ્ટ કરો.
– ભગવાન શાલિગ્રામની પૂજા કરવી. ભગવાન શાલિગ્રાને પંચામૃતથી સ્નાન કરાવવું. પૂજામાં અબીર, ગુલાલ, ચોખા, યજ્ઞોપવિત, ફૂલ વગેરે હોવા જોઇએ. તુલસીના પાન જરૂર અર્પણ કરવાં. ત્યાર બાદ તુલસીના પાન સાથે ભોગ ધરાવવો.
– ત્યાર બાદ અગિયારસની કથા વાંચીને આરતી કરવી. ત્યાર બાદ પંચામૃત વિતરણ કરી, બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી જોઇએ. આ દિવસે પૂજા તથા પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ.

અગિયારસના વ્રતનું મહત્વઃ-
આ અગિયારસ પિતૃપક્ષમાં જ આવે છે. ગ્રંથો પ્રમાણે આ અગિયારસે વિધિપૂર્વક વ્રત કરવાથી તેના પુણ્યને પૂર્વજોના નામે દાન કરવામાં આવે તો તેમને મોક્ષ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે આ અગિયારસનું વ્રત કરનાર વ્યક્તિ સાત પીઢીઓ સુધીના પિતૃઓ તૃપ્ત થાય છે. આ અગિયારસનું વ્રત કરવનાર પણ સ્વયં મોક્ષ પ્રાપ્ત કરે છે.

ઇન્દિરા અગિયારસનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જેટલું પુણ્ય કન્યાદાન અને હજારો વર્ષોની તપસ્યામાં મળે છે તેનાથી પણ વધારે પુણ્ય આ અગિયારસનું વ્રત કરવાથી મળે છે એવું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

વ્રતની કથાઃ-
પ્રાચીન કાળમાં મહિષ્મતિ નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા હતો. તેના માતા-પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. એક રાતે અચાનક તેમને સપનું આવ્યું કે, તેમના માતા-પિતા યમલોક (નરક)માં કષ્ટ ભોગવી રહ્યા છે. તેમના પિતૃઓની આ દુર્દશાથી રાજા ખૂબ જ ચિંતિત થયાં. કઇ રીતે યમ યાતનાથી પિતૃઓને મુક્ત કરી શકાય તેવું રાજા વિચારવા લાગ્યાં. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે તેમણે વિદ્વાન બ્રાહ્મણો અને મંત્રીઓને બોલાવ્યાં.

બ્રાહ્મણોએ કહ્યું- જો તમે સપત્નીક ઇન્દિરા અગિયારસનું વ્રત કરશો તો તમારા પિતૃઓને મુક્તિ મળી જશે. તે દિવસે તમે શાલિગ્રામની પૂજા, તુલસી વગેરે અર્પણ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપો અને તેમનો આશીર્વાદ લો. આ પૂજાથી તમારા માતા-પિતા સ્વર્ગમાં જતાં રહેશે. રાજાએ તેમની વાત માનીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. રાતે જ્યારે તેઓ મંદિરમાં સૂઇ રહ્યા હતાં, ત્યારે ભગવાને તેમને દર્શન આપીને કહ્યું કે, વ્રતના પ્રભાવથી તમારા માતા-પિતા સ્વર્ગમાં જતાં રહ્યાં છે. આ દિવસથી ઇન્દિરા અગિયારસનું મહત્ત્વ વધી ગયું છે.