the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બ્રિટનમાં નવા વિઝા નિયમથી ભારતીયોને ફાયદો

નવી દિલ્હી: બ્રિટનની બોરિસ જોન્સન સરકારે નવા વિઝા નિયમો જાહેર કર્યા છે તેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. બ્રિટિશ સરકારે અભ્યાસ પછી બે વર્ષ વર્કવિઝા ઇસ્યૂ કરવાની નીતિ ઘડી છે. હવે બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી ફ્રી વર્ક વિઝા પર નોકરી કરી શકશે. આ સાથે જ સરકાર એવું પણ વિચારે છે કે વિઝા અને રોજગાર સંબંધી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે. 2030 સુધીમાં બ્રિટન 6 લાખ વિદેશી વિદ્યાર્થીઓને પોસ્ટ સ્ટડી વિઝા આપવા માંગે છે.