-
દિમિત્રોવે ફેડરરને 3-6, 6-4, 3-6, 6-4, 6-2થી હરાવ્યો હતો
-
ફેડરર અગાઉ દિમિત્રોવ સામેની 7 મેચમાં ક્યારેય હાર્યો ન હતો
-
અંતિમ સેટમાં ફેડરર ઈજાગ્રસ્ત થયો હતો, જેનો દિમિત્રોવે લાભ લઈને મેચ જીતી હતી
-
સેરેનાએ ટૂર્નામેન્ટમાં 100મી મેચ જીતી, ચીન વાંગ કિયાંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું
સ્પોર્ટ્સ ડેસ્ક: ગ્રિગોર દિમિત્રોવ સામે પાંચમા સેટમાં ઈજાની અસર પછી રોજર ફેડરરની છઠ્ઠી યુ.એસ. ઓપન ટાઇટલની આશાઓ પૂરી થઈ હતી. ફેડરરે મેચની શરૂઆતમાં સર્વિસ ગેમથી દિમિત્રોવને તોડ્યો હતો અને પહેલો સેટ 6-3થી જીત્યો હતો પરંતુ દિમિત્રોવે વાપસી કરતા બીજો સેટ 6-4થી જીતીને મેચમાં બરાબરી કરી લીધી હતી. પાંચ વખતના યુ.એસ. ઓપન ચેમ્પિયને રમતમાં ગ્રીપ મેળવી હોય તેમ ત્રીજો સેટ 6-3થી જીતીને મેચને પોતાના નિયંત્રણમાં ફરી એક વાર કરી હતી. પરંતુ ચોથા સેટમાં સ્વિસ ખેલાડીને દંગ કરી દિમિત્રોવ મેચને ડિસાઇડર સેટ સુધી લઈ ગયો હતો.
પાંચમા સેટની શરૂઆતમાં, ફેડરર ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેડિકલ ટાઈમ લીધો હતો, પરંતુ જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે ભાગ્યે જ આગળ વધી શકતો હતો. દિમિત્રોવે તેનો લાભ ઉઠાવતા અંતિમ સેટ 6-2થી જીતીને મેચ જીતી હતી. ફેડરર અગાઉની સાતેય મેચમાં જીત્યો હતો અને તેણે પહેલી વાર બેલજેરિયન ખેલાડી સામે હારનો સામનો કર્યો હતો.

સેરેના ટૂર્નામેન્ટમાં 100મી મેચ જીતી, ચીનની કિયાંગને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી
વુમન્સ સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટરફાઇનલમાં ચીનની વાંગ કિયાંગને હરાવી હતી. આ ટૂર્નામેન્ટમાં આ સેરેનાની 100મી જીત હતી. સેરેનાએ કિયાંગને 6-1, 6-0થી હરાવી હતી. તેનો સેમિફાઇનલમાં યૂક્રેનની એલિના સ્વિતોલિના સામે મુકાબલો થશે. સ્વિતોલિનાએ ગ્રેટ બ્રિટનની કોન્ટાને 6-4, 6-4થી હરાવી હતી. તે પહેલી વાર સેમિફાઇનલમાં પહોંચી છે. સેરેના 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપન જીતી ચૂકી છે.
મેદવદેવ પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમના સેમીફાઈનલમાં
મેન્સ સિંગલ્સમાં રશિયાના દાનિલ મેદવદેવ પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચ્યો છે. તેણે સ્વિત્ઝરલેન્ડના સ્ટેન વાવરિંકાને હરાવ્યો છે. મેદવેદેવે આ મુકાબલો 7-6, 3-6, 6-3, 6-1થી જીતી લીધો છે. તે પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં પહેલી વાર સેમીફાઈનલમાં પહોંચ્યો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ચોથા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.