the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘ફૂલી નંબર 1’ના સેટ પર આગ લાગી, 15 લોકો ઘટનાસ્થળે હાજર હતા

બોલિવૂડ ડેસ્ક: મુંબઈના ગોરેગાંવમાં આવેલ ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં મોડી રાત્રે આગ લાગી હતી. બુધવારે રાત્રે 12:30 આસપાસ લાગેલી આગ સ્ટુડિયો નંબર 3માં લાગી હતી જેમાં વરુણ ધવનની ફિલ્મ ‘ફૂલી નંબર 1’નો સેટ હતો. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ સેટને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.

આગ જ્યારે લાગી ત્યારે ત્યાં 15 વર્કર્સ હાજર હતા. તેમણે તરત જ ફાયર સ્ટેશન પર ફોન કર્યો અને પોલીસને પણ આ ઘટનાની માહિતી આપી દીધી હતી. જાણકારી મુજબ જ્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

ડિરેક્ટર ડેવિડ ધવન ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર 1995માં આવેલી હિન્દી ફિલ્મ ‘કૂલી નંબર 1’ની રિમેક બનાવી રહ્યા છે. આ રિમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન લીડ રોલમાં છે. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા 2’ બાદ ડેવિડ અને વરુણ ધવન ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે 1 મેના રોજ લેબર ડે પર રિલીઝ થવાની છે.