the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વાહન ચેકિંગના બહાને રૂપિયા પડાવતા 3 નકલી PSIને સ્થાનિકોએ રંગે હાથ ઝડપ્યા

  • લોકો એટીએમમાંથી રૂપિયા કાઢે ત્યારે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવતા

અમદાવાદ: પાકિસ્તાન સાથે ભારતના તણાવભર્યા સંબંધો વચ્ચે આતંકી હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ હતું. ત્યારે રાજ્યભરમાં પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી છે. આ બાબતનો ફાયદો ઉઠાવીને 3 યુવકોએ નકલી પીએસઆઈ બની વાહનોના ચેકિંગના નામે સ્થાનિકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સ્થાનિકોને ત્રણેય નકલી હોવાનું જણાતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
અગાઉ ખોખરા પોલીસે પકડ્યા હતા
શહેરના સીટીએમ વિસ્તારમાં એક્સપ્રેસ વે પાસે વાહન તપાસ કરવાના બહાને વાહનચાલકો પાસે 3 યુવકો રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. શહેરના સ્થાનિક વેપારીઓએ આ ત્રણેયને પકડી પાડ્યા હતા. અગાઉ ગોરના કુવા પાસેના એટીએમમાંથી લોકો રૂપિયા કાઢે ત્યારે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવતા ખોખરા પોલીસને હવાલે કર્યા હતા. આ ટોળકીના પંદરથી વધુ સાગરિતો જુદાજુદા વિસ્તારમાં લોકો પાસેથી નકલી પોલીસ બનીને તોડ કરતાનું બહાર આવ્યું છે.