the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

2019ની બે હાર્ટબ્રેકિંગ તસવીર : બન્ને ઉપર ભારતીયો ગૌરવ અનુભવે છે

નેશનલ ડેસ્ક: ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારે ચંદ્રયાન નક્કી સમય મુજબ 1 મિનિટ 9 સેકન્ડ પછી ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. આમ છતા દરેક ભારતીય ઈસરોના વિજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી રહ્યા છે અને કહીં રહ્યા છે કે આ કોઈ નાની વાત નથી. સોશિયલ મીડિયામાં હાર્ટબ્રેકિંગ તસવીર 2019ના નામે બે તસવીર હાલ વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીર ધોનીની છે જે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં રન આઉટ થયો હતો તે છે અને બીજી તસવીર વિક્રમ લેન્ડરની છે જે માત્ર 2.1 કિમી ચંદ્રની જમીનથી દૂર હતું.