the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

Valsad News in valsad 2 inches of rain fell 081700

વલસાડમાં રાત્રિના ગાળા સહિત ગુરૂવારે બપોરે એકાએક ઘનઘોર વાદળો છવાઇ જતાં કુલ 2 ઇંચ મૂશળધાર વરસાદ ઝિંકાતા રસ્તા પર પાણી પાણી થઇ ગયા હતા.આ સાથે પારડી તાલુકામાં 1 ઇંચ અને ઉમરગામ,કપરાડા,ધરમપુર તાલુકામાં પણ અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો,જ્યારે વાપીમાં માત્ર 02 મિમિ વરસાદ થતાં લગભગ ઉઘાડ રહ્યો હતો.

આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે રાત્રિથી ગુરૂવારે સવાર સુધી આકાશવાદળોથી છવાયેલું રહેવા સાથે વિજળી અને ઘરેરાટી સંભળાતી રહી હતી.વલસાડમાં ગુરૂવારે સાંજે 4 સુધીના 2 કલાકમાં વલસાડમાં 1 ઇંચ સહિત રાત્રિ અને ગુરૂવારે બપોર મળી કુલ 2 ઇંચ વરસાદ ઝિંકાયો હતો.પારડીમાં 1 ઇંચ તથા અન્ય તાલુકામાં અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો,પરંતું વાપીમાં લગભગ ઉઘાડ રહ્યો હતો.