the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કૉવ રિસોર્ટમાં પ્રતિનિધિમંડળ વગર PM મોદી અને શી જિનપિંગ વચ્ચે વાતચીત શરૂ

  • તમિલનાડુના ઐતિહાસીક શહેર મહાબલીપુરમમાં જિનપિંગ-મોદી વચ્ચે બીજી અનઔપચારિક મુલાકાત

  • શુક્રવારે પણ જિનપિંગ અને મોદી 6 કલાક સાથે રહ્યા હતા, બંને વચ્ચે 50 મિનિટ વેપાર અને આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ વિશે વાત થઈ હતી

ચેન્નાઈ: વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શનિવારે પણ પ્રતિનિધિ સ્તરની ચર્ચા શરૂ થઈ છે. આ બેઠક તમિલનાડુના કોવલમમાં આવેલા ફિશરમેન કૉવ રિસોર્ટમાં રાખવામાં આવી છે. આ મુલાકાત અડધો કલાક કરતા વધારે ચાલે તેવી શક્યતા છે. ત્યારપછી મોદી અને જિનપિંગ બપોરે સાથે લંચ કરશે. બંને નેતા આજે પણ 6 કલાક સાથે પસાર કરશે. મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતા બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ મળશે.

આતંકવાદ-વેપાર જેવા મુદ્દે વાતચીત
કોવલમ મધ્ય ચેન્નાઈનું પ્રખ્યાત પર્યટક સ્થળ છે. અહીં જ બનાવવામાં આવેલા કૉવ રિસોર્ટમાં આજે વડાપ્રધાન મોદી અને જિનપિંગ મળ્યા છે. મુલાકાત દરમિયાન બંને નેતાઓની સાથે ટ્રાન્સલેટર પણ હાજર છે. બંને દેશોની વચ્ચે આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓની ચર્ચા થવાની શક્યતા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે મોદી અને જિનપિંગ વચ્ચે વન ટુ વન મુલાકાત થવાની છે. આ બે દિવસની મુલાકાતની યોજના એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે, બંને નેતાઓ ઓછામાં ઓછી 6 કલાક વાતચીત કરી શકે. ત્યારપછી બંને દેશો તરફથી અલગ અલગ નિવેદન આપવામાં આવે તેવી શક્યતા છે. આ મુલાકાતનો ઉદ્દેશ મહત્વના વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે.

શુક્રવારે મોદી-જિનપિંગ 6 કલાક સાથે રહ્યા પણ કોઇ જ નિવેદન ન આવ્યું, પ્રેસ કોન્ફરન્સ પણ ન થઇ
તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક વાતચીત થઇ. મોદી અને જિનપિંગ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી વન-ટુ-વન મીટિંગ થઇ. અહીં બન્ને નેતા અંદાજે 6 કલાક સાથે રહ્યા પણ બન્ને તરફથી કોઇ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું કે કોઇ પ્રેસ કોન્ફરન્સ નથી થઇ કે મોદી-જિનપિંગ વચ્ચે શું વાતચીત થઇ તેના વિશે કંઇ બહાર આવ્યું નથી.

મોદીએ કહ્યું- ભારત-ચીનના સંબંધો મજબૂત થશે

વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે અને શનિવારે બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. ચેન્નાઈથી મહાબલીપુરમ સુધી 5 હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તા અને કાર્યક્રમ સ્થળ પર 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન તહેનાત કરી છે.

આજનો કાર્યક્રમ (શનિવાર)
10.00થી 10.40 AM: ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50થી 11.40 AM: ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM થી 12.45 PM: ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા
02.00 PM: વડાપ્રધાન મોદી દિલ્હી આવવા રવાના થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે