the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચાેરીનાે પ્રયાસ નિષ્ફળ થતાં તસ્કરોએ બેંક સળગાવી

કેશાેદનાં અગતરાય ગામે અજાણ્યા સખ્શાેએ ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ના તાળા તાેડી લુંટનાે પ્રયાસ કર્યાે હતાે જેમાં સફળતા ન મળતા બેંકને સળગાવી દીધી હતી જેના કારણે દેશી મકાનનાે કાટમાળ તેમજ અગત્યના ડાેક્યુમેન્ટ સળગી ગયા હતાં જયારે તીજાેરીમાં રહેલા 1.34 લાખની રાેકડ વધતા આેછી બળેલ હાલતમાં મળી આવી હતી. અગતરાય ગામે બસ સ્ટેશન નજીક આવેલી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.માં આગ ભબૂકી ઉઠતાંં મકાનનો કાટમાળ તેમજ અગત્યનું સાહિત્ય અને 1.34 લાખની રાેકડ વધતા આેછી બળેલી હાલતમાં મળી આવી હતી. બેંકમાં ધુંમાડા નીકળે છે તેવી સ્કુલે જતાં વિદ્યાર્થીઓએ સરપંચને ફાેન પર જાણ કરી હતી તેથી સરપંચ દાફડા નાથાભાઇ વીરાભાઇ અને પં. સદસ્ય ભરતભાઇ બાલાભાઇ ખાંભલાએ તપાસ કરતાં બેંકનાે દરવાજાે ખુલ્લાે જાેવા મળ્યાે હતાે.બધુ સળગતું જાેવા મળતા 101માં ફાેન કરી જાણ કરી જેમાં કેશાેદ નગરપાલીકાને જાણ કરાે તેમ કહેવાયું આમ કેશાેદ પાલીકાને 5 વખત ફાેન કરવા છતાં ફાેન ન ઉપડતા અંતે જૂનાગઢ મ્યુનિસીપલ કાેર્પાેરેશનની ફાયર ટીમને બાેલાવવામાં આવી આગ કાબુમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં બેંકના એમડી સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.

ફાયરને પાંચ વખત ફોન કર્યા, રિસીવ ન થયા

પંચાયત સદસ્ય ભરતભાઇ ખાંભલાએ શુક્રવારે સવારના તેેેમના માેબાઇલ નંબર પરથી કેશાેદ નગરપાલીકાના 02871 231861 નંબર પર સમય 6:13, 6:14, 6:16, 6:17, 6:20 એમ મળી કુલ 5 વખત ફાેન લગાવી વાત કરવા પ્રયત્ન કરાયાે પરંતું ફાેન ન ઉપડતાં અંતે જુનાગઢ કાેર્પાેરેશન ફાયર વિભાગને જાણ કરાતાં અળધી કલાકમાં પહાેંચી આગ કાબુમાં લીધી હતી.