the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડુંગળીમાં થયેલો ભાવ વધારો ભારતીય રાજનેતાઓને રડાવી રહ્યો છે

દેશભરમાં હાલ ડુંગળીનો મુદ્દો ચર્ચામાં છે. મોટા ભાગનાં ઘરોમાં બનતું ભોજન ડુંગળી વિના ફિક્કું થઈ જાય છે. થોડા સમય પહેલાં જે ડુંગળીનો ભાવ ૨૫ રૂપિયા કિલો હતો તે અત્યારે ૮૦ રૂપિયા કિલો પહોંચી ગયો છે.ડુંગળી મુદ્દે લોકોમાં વધી રહેલા રોષનો અંદાજ મેળવી સરકારે ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો. તેમના અનુસાર આવું કરવાથી સ્થાનિક બજારમાં સપ્લાય વધશે અને ભાવમાં ઘટાડો થશે.પરંતુ સરકારના આ નિર્ણયથી ખેડૂતો અને નિકાસકારો નાખુશ થયા. તેમણે નાસિક Âસ્થત વાલસેલ માર્કેટમાં પ્રદર્શન કર્યું.ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન નાસિકમાં થાય છે.હાલમાં મહારાષ્ટÙમાં ચૂંટણીનો માહોલ છે અને આ સમયે ડુંગળીના ભાવ મુદ્દે ચર્ચા થવાની આશંકાઓ સેવાઈ રહી છે.પરંતુ આવું પહેલી વખત નથી કે ભારતમાં ડુંગળીના ભાવ ચર્ચામાં રહ્યા હોય.ભૂતકાળમાં ડુંગળીને કારણે રાજકારણ પ્રભાવિત થઈ ચૂક્્યું છે.વર્ષ ૧૯૮૦માં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ફરીથી સત્તા અપાવવામાં ડુંગળીએ મહ¥વની ભૂમિકા ભજવી હતી.તે સમયે ઇંદિરા ગાંધીએ ડુંગળીના વધેલા ભાવને તત્કાલીન સરકારની નિષ્ફળતા રૂપે રજૂ કર્યા હતા.૧૯૮૦માં જનતા દળ ગઠબંધન તૂટ્યા બાદ ઇંદિરા ગાંધીની જીત થઈ હતી.૧૯૯૮માં કેન્દ્રની ભાજપ સરકારને દિલ્હી વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે કાંગ્રેસ નેતા શીલા દિક્ષીત સામે ભાજપનાં સુષમા સ્વરાજ ચૂંટણી લડી રહ્યાં હતાં. ત્યારે ભાજપની હારનું કારણ ડુંગળીના વધેલા ભાવ હોવાનું જણાવવામાં આવ્યું હતું.એટલું જ નહીં સમાયાંતરે ડુંગળીના ભાવ રાજકીય સમાચારોના કેન્દ્રમાં રહ્યા છે.વર્ષ ૨૦૦૬માં મહારાષ્ટÙના મોટા નેતા ગણાતા શરદ પવાર કૃષિ મંત્રી હતા. તેઓ નાસિકમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે તેમના પર ગુસ્સે થયેલા ખેડૂતોએ ડુંગળી ફેંકી હતી.વર્ષ ૨૦૧૦માં પણ ડુંગળીના ભાવ વધ્યા હતા અને ભાજપે તેની વિરુદ્ધમાં દિલ્હી ખાતે પ્રદર્શન કર્યું હતું.તે સમયે પરિÂસ્થતિ પર કાબૂ મેળવવા માટે મનમોહન સિંઘની સરકારે ડુંગળીની નિકાસ અટકાવી દીધી હતી અને આયાત કરમાં કાપ મૂક્્યો હતો.આનાથી ઊલટું નાસિકમાં ૨૦૧૭-૧૮માં ડુંગળીનો હાલસેલ ભાવ બે રૂપિયા ઘટી ગયો હતો. નાસિક ભારતના સૌથી મોટા હાલસેલ બજારમાંનું એક છે.ભારતમાં ડુંગળી ગરીબ અને સામાન્ય જનતાના રોજિંદા ભોજનનો ભાગ છે. ભારતની ઘણી વાનગીઓમાં ડુંગળી જરૂરી છે એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં.ડુંગળીને કારણે ભોજનમાં તીખાશ અને મીઠાશ વધે છે. ડુંગળીનો ઉપયોગ સલાડ તરીકે પણ થાય છે.ભારતીય ભોજનમાં ડુંગળીનું એક અલગ જ સ્થાન છે. ડુંગળી માત્ર એક કંદમૂળ નથી પરંતુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.પ્રાચીનકાળથી ડુંગળીનો ઉપયોગ ભારતીય ઉપમહાદ્વીપમાં થતો આવ્યો છે. મહારાષ્ટÙમાં જા કોઈ ઘરમાં શાક નથી અથવા શાકભાજી ખરીદવાના પૈસા નથી તો ‘કાંદા-ભાખરી’ બનાવી લે છે. અહીં ડુંગળીને લઈને ઘણી કહેવતો પણ છે.સામાન્ય રીતે કહેવાય છે કે ડુંગળીના ભાવ વધતા નથી. એટલા માટે જ્યારે પણ ડુંગળીના ભાવ વધે છે ત્યારે તેને મોંઘવારીના સંકેત રૂપે જાવાય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેની ખૂબ જ ચર્ચા થાય છે.પાલિસી રિસર્ચર અને ઍÂક્ટવિસ્ટ મિલિંદ મુરુગકર કહે છે, ઉત્તર ભારતમાં સત્તા અને સરકારને પ્રભાવિત કરવાની ભારે ક્ષમતા હોય છે. ભારતના અન્ય ભાગોમાં આટલી ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે પણ ઉત્તર ભારતમાં મોંઘવારી મુદ્દો બની જાય છે ત્યારે સરકાર પણ દબાવમાં આવી જાય છે.બીજી તરફ ડુંગળીના ભાવ વધારે પ્રમાણમાં ઘટવા લાગે ત્યારે તેની સીધી અસર ડુંગળી ઉત્પાદક રાજ્યો (મહારાષ્ટÙ, કર્ણાટક અને ગુજરાત)ના ખેડૂતો પર થાય છે.નાસિક Âસ્થત સ્થાનિક પત્રકાર કહે છે, ખેડૂતોને લાગે છે કે ડુંગળીનું ઉત્પાદન કરી સારા એવા પૈસા રળી શકાય છે કારણ કે તેની ખેતી માટે વધારે પાણીની જરૂર રહેતી નથી અને તે જલદીથી ઊગે છે. ખેડૂતો માટે ડુંગળી એટીએમ મશીન જેવી છે.ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટÙમાં આ વખતે પૂરની ઝપેટમાં આવી ગયું હતું. નેશનલ ઍગ્રીકલ્ચર કો-આૅપરેટિવ માર્કેટિંગ ફેડરેશન આૅફ ઇંડિયા તેનું કારણ સમજાવે છે.તેઓ કહે છે, વરસાદને કારણે આ વર્ષની અને ગત વર્ષની સ્ટોકમાં રાખેલી ૩૫ ટકા ડુંગળી બરબાદ થઈ ગઈ. મતલબ કે આ વખતે સામાન્યથી ૨૫ ટકા વધુ નુકસાન થયું. દક્ષિણનાં રાજ્યોમાંથી સપ્ટેમ્બર સુધીમાં ડુંગળી આવવાની સંભાવના હતી પરંતુ પૂરને કારણે મોડું થયું.ઉત્પાદનના પ્રમાણમાં પરિવર્તન આવવાને કારણે પણ ડુંગળીના ભાવમાં ઉતાર-ચઢાવ દેખાય છે. દર વર્ષે વરસાદનું પ્રમાણ પણ બદલતું રહે છે તેને કારણે પણ ડુંગળીનું ઉત્પાદન વધુ-ઓછું થતું રહે છે. જા ઉત્પાદન વધુ કે ઓછું થાય તો ભાવમાં તુરંત પરિવર્તન આવે છે.