the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નિષ્ણાતે કહ્યું- મોદીની પુતિન અને ટ્રમ્પ બાદ જિનપિંગ સાથે મુલાકાત જરૂરી હતી

  • પહેલી વખત ચીનનો કોઈ રાષ્ટ્રાધ્યક્ષ દિલ્હીની જગ્યાએ સીધો ચેન્નાઈ પહોંચશે, મોદી અને શી વચ્ચે આવતીકાલે ચર્ચા થશે

  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ચીનના અમેરિકા અને રશિયા સાથે સંબંધો બગડ્યા, એવામાં જિનપિંગ-મોદી સંબંધો આગળ વધારવા માંગે છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈમાં શુક્રવારે અનઓફિશીયલ મુલાકાત કરશે. બન્ને વચ્ચે આ બીજી અનઓફિશીયલ મુલાકાત ઘણા ઘોરણે ઐતિહાસિક હશે. પૂર્વ વિદેશ મંત્રી શશાંક શેખર અને રક્ષા મામલાઓના જાણકાર બ્રહ્મ ચેલાનીના કહ્યાં પ્રમાણે, મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ જિનપિંગ સાથે આ મુલાકાત જરૂરી હતી. આ બેઠકમાં બન્ને નેતા કૂટનીતિક સીમાને ઓળંગીને કાશ્મીર, ભારત-ચીન સીમા વિવાદ, પીઓકેમાં ચીની રોકાણ જેવા મામલાઓ પર ખુલીને વાત કરી શકે છે.

આ સમિટ એશિયામાં સંઘર્ષ અને શાંતિ માટે મહત્વપૂર્ણ છે
નિષ્ણાતોના કહ્યાં પ્રમાણે, વુહાન બાદ મહાબલીપુરમની આ મુલાકાત બન્ને નેતાઓ વચ્ચેવા સંબંધોની નિરંતરતાને બતાવે છે. જિનપિંગ અને મોદી સંબંધોને આગળ વધારવા માંગે છે. મોદી અને શીની આ બેઠક એશિયા માટે મહત્વની છે. ટ્રમ્પ અને શી વચ્ચે સંબંધો બગડી રહ્યા છે. અમેરિકા ચીન પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. રશિયા અને ચીન વચ્ચે સંબંધો સામાન્ય નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તેની ફોજને હવે હટાવવા માંગે છે. ત્યાંનો આતંકવાદ આપણા દરવાજા ખખડાવી શકે છે. એવામાં એશિયામાં અથડામણની સ્થિતી છે. મોદીએ સપ્ટેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરી હતી. ફરી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. હવે જિનપિંગ જ દિગ્ગજ નેતા હતા, જેમની સાથે મુલાકાત કરવાની બાકી હતી. આ કૂટનીતિક દ્રષ્ટિએ ઘણી મહત્વની છે.

સીમાનો સવાલઃ ચીન અરુણાચલ, કાશ્મીરમાં વિવાદનું સમાધાન ઈચ્છે છે
‘મોદી અને જિનપિંગની આ શિખર બેઠકનો એજન્ડો હોઈ શકે છે. તેમની સામે 4 વિષયોમાં વાત થવાની શક્યતાઓ છે. ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ સૌથી મહત્વનો છે. ભારત માટે આ પ્રાથનિક મુદ્દો છે. બીજી તરફ ચીન પોતાના માટે યોગ્ય સમયે સમાધાન કરવાની ઈચ્છા ધરાવે છે’

પીઓકેમાં રોકાણઃ મોદી શી સાથે આ વાતનો ઉલ્લેખ કરવા જરૂર ઈચ્છશે
POKમાં ચીનનું રોકાણ ભારત માટે મહત્વનો મુદ્દો છે. જિનપિંગ સામે મોદી જરૂર આ વાતનો ઉલ્લેખ કરવા માંગશે. પીઓકે આ વખતે ભારતની કૂટનીતિનું અભિન્ન અંગ છે. પીઓકેમાં ચીની રોકાણ ભારત માટે એટલું જ નાજુક મુદ્દો છે, જેટલો ચીન માટે તાઈવાન અને તિબ્બત છે. મોદી બન્ને દેશોનો ઉલ્લેખ પણ કરી શકે છે.

‘ભારત-ચીન વચ્ચે વેપારમાં મોટું અસંતુલન છે. જો આ સંતુલન જળવાશે નહીં તો બન્ને દેશો વચ્ચે એવી સ્થિતી પેદા થઈ શકે છે, જે આ વખતે અમેરિકા અને ચીન વચ્ચે છે. ભારત જો ચીન માટે તેમના બજારની પહોંચ જ બંધ કરી દેશે તો તે બેઈજિંગ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે’ સાથે જ પાકિસ્તાન સાથેના સંબંધોના બહાને ચીન ભારત પર નિયંત્રણ કરવા માગે છે.

જિનપિંગનું પારંપરિક ડાન્સથી સ્વાગત કરવામાં આવશે
જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નાઈ પહોંચશે. જ્યાં તેમનો પારંપરિક ડાન્સ અને સંગીત સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. આ દિવસે મહાબલીપુરમ જવા માટે જ રવાના થશે. અહીં જિનપિંગ અને મોદી મંદીરોમાં પણ જશે. સાંજે જિનપિંગ સાંસ્કૃતિક સમારંભમાં પણ સામેલ થશે અને મોદી સાથે ડીનર પણ કરશે. ચે હોટલ આઈટીસી ગ્રાનેડમાં રોકાશે.