the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

નિષ્ફળ દારૂબંધી

ગુજરાતમાં દારૂબંધીના નામે જે દંભ ચાલે છે તેવો દંભ બીજે ક્્યાંય નહીં ચાલતો હોય. આ દંભનો નાદાર નમૂનો સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી અંગે કરેલા નિવેદન પછી જાવા મળ્યો. ગેહલોતના નિવેદન સામે આભ તૂટી પડ્યું હોય એવો દેકારો મચાવી દેવાયો ને આખી વાતને તોડીમરોડીને એ રીતે રજૂ કરાઈ કે, ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે. ગેહલોતે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે તેમાં શંકા નથી પણ સામે ભાજપના નેતાઓએ પણ કાગનો વાઘ કરી નાંખ્યો. તેમણે આખી વાતનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવા આ વાતને ગુજરાતીઓના અપમાન સાથે જાડી દીધી. ગેહલોત ગુજરાતીઓનું ઘસાતું બોલે તેની સામે દેકારો મચાવવામાં કશું ખોટું નથી પણ સામે ગુજરાતમાં દારૂબંધીની હાલત શું છે તે વિશે પણ તેમણે બોલવું જાઈએ. તેના બદલે એ મુદ્દો કોરાણે મૂકી દેવાયો.આ દેકારાની વાત માંડતાં પહેલાં આખી વાર્તા શું છે એ સમજવું પહેલાં જરૂરી છે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ દારૂબંધી લાગુ કરવી જાઈએ એવું કોરસ લાંબા સમયથી ચાલે છે. દારૂબંધી અંગે ગેહલોતને સવાલ પુછાતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગેહલોતને સવાલ પુછાયો ત્યારે તેમણે એવું કÌšં કે પોતે વ્યÂક્તગત રીતે દારૂબંધીની તરફેણ કરે છે પણ અનુભવ એવું કહે છે કે દારૂબંધી સફળ થતી નથી. ગેહલોતે ૧૯૭૭માં રાજસ્થાનમાં દારૂબંધી લાગુ કરાઈ હતી તેનું ઉદાહરણ પણ આપ્યું. એ વખતે કેન્દ્રમાં પહેલી વાર બિન કાંગ્રેસી સરકાર રચાઈ હતી ને મોરારજી દેસાઈ વડા પ્રધાન બનેલા. રાજસ્થાનમાં પણ જનતા પાર્ટીની સરકાર રચાયેલી ને ભૈરોસિંહ શેખાવત મુખ્યમંત્રી બનેલા. તેમણે દારૂબંધી દાખલ કરીને પછી ઉઠાવી લીધી હતી. ગેહલોતનું માનવું છે કે, આ અનુભવ પછી રાજસ્થાનમાં ફરી દારૂબંધીનો અખતરો કરવા જેવો નથી.ગેહલોતની માન્યતા ખોટી નથી ને તેની સામે કોઈને વાંધો નહોતો પણ ગેહલોતે એ પછી જે કÌšં તેની સામે વાંધો પડી ગયો. ગેહલોતે કÌšં કે, હું ચૂંટણી સમયે એક વર્ષ લગી ગુજરાતમાં હતો. ગુજરાતમાં દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં પિવાય છે. ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પિવાય છે ને કલ્પના બહાર બને છે. હું વિચારું છું કે, ગાંધીના ગુજરાતમાં આ શું થઈ રÌšં છે ? તમે નકલી દારૂ પીઓ, ખરાબ દારૂ પીઓ અને પછી બીમાર પડી જાઓ તો પછી આવી દારૂબંધીનો મતલબ નથી. દારૂબંધીનો અમલ કરતાં પહેલાં જારદાર બંદોબસ્ત ના કરાય તો તેનો મતલબ નથી.ગેહલોતે જે કÌšં તે અક્ષરશઃ મૂક્્યું છે ને ગેહલોતની આ વાત સામે દેકારો મચી ગયો. તેની આગેવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી ને પછી ભાજપના બીજા નેતા પણ મચી પડ્યા. ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા ગણાવીને ગુજરાતીઓનું ભયંકર અપમાન કર્યું છે તેવો આક્ષેપ કરીને રૂપાણીએ હોહા કરી મૂકી. રૂપાણી ને ભાજપે ગેહલોત માફી માગે એવી માગણી પણ કરી. રૂપાણીએ તબલાં પર થાપ મારી એટલે ભાજપના બીજા નેતા પણ મંજીરા ને કાંસીજાડા ને બીજું જે હાથે ચડ્યું એ લઈને મચી પડ્યા. ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા ગણાવીને અપમાન કર્યું છે એવું કોરસ શરૂ થઈ ગયું ને આખો દિવસ ચાલ્યું. ભાજપના કેટલાક નેતા તો એટલા ફોર્મમાં આવી ગયા કે, ગુજરાતમાં દારૂ પિવાતો જ નથી એવી ઠોકાઠોક પણ કરી નાંખી.ગેહલોતે જે વાતો કરી તેમાં ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પિવાય છે એવી વાત કરી એ વાહિયાત ને બકવાસ છે. ગુજરાતમાં મોટો વર્ગ એવો છે કે, જે દારૂને હાથ પણ નથી લગાવતો. ગુજરાતમાં સૌથી વધારે દારૂ પિવાય છે એ વાત પણ વધારે પડતી છે.