the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પીડિતાની ધરપકડના વિરોધમાં પદયાત્રા પહેલાં પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ નજરકેદ

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિન્મયાનંદ દુષ્કર્મ મામલામાં પીડિતા વિદ્યાર્થિનીના સમર્થનમાં પદયાત્રા પહેલા કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરાઈ હતી. પૂર્વ કેન્દ્રિય મંત્રી જિતિન પ્રસાદ અને શાહજહાંપુરમાં કોંગ્રેસ જિલ્લાધ્યક્ષ કૌશલ મિશ્રાને નજરબંધ કરી લેવાયા હતા. આ ઉપરાંત પક્ષ વિધાનમંડળ દળના નેતા સહિત 80 નેતાઓ અને કાર્યકરની પણ ધરકપડ કરાઈ હતી.
અવાજ જેટલો દબાવાશે, ન્યાયની માંગ એટલી જ બુલંદ થશે
કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, પોલીસે પદયાત્રા રોકવા પક્ષના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લોકોને પણ શાહજહાંપુર પહોંચતા રોકવા શહેરને ચારેય તરફથી બ્લોક કરી દેવાયું છે. બીજી તરફ, શહેર એસપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, આ નેતાઓએ સભા કરવાની મંજૂરી જ નહોતી લીધી. એટલે તેમની ધરપકડ કરાઈ છે. પ્રિયંકા ગાંધીએ વિરોધ કરતા કહ્યું કે, પીડિતાનો અવાજ જેટલો દબાવાશે, ન્યાયની માંગ એટલી જ બુલંદ થશે. ટ્વિટ કરી હતી કે, સત્તાના ઘમંડમાં ચૂર ઉ.પ્ર. ભાજપ સરકાર લોકશાહીના ધજિયા ઉડાવી રહી છે. દુષ્કર્મના આરોપીને બચાવવા અને શાહજહાંપુરની પુત્રીનો અવાજ દબાવવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે. ઉત્તર પ્રદેશ સરકાર ગભરાઈ ગઈ છે. જેવું તેમને ખબર પડે છે કે, તેમની વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે, તેવા જ તેઓ કલમ 144 લાગુ કરી દે છે.