the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભાજપના નેતાનો દાવો- મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના 10 દિવસ પહેલા રાહુલ ગાંધી બેંગકોક ગયા

  • મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવાર બેંગકોક રવાન થયા છે

  • હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થનાર છે, 24 તારીખે પરિણામ આવશે

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસને લઈને પહેલેથી જ ભાજપના નિશાન પર રહ્યાં છે. આ વખતે ફરીથી તે બેંગકોક ગયા હોવાના સમાચાર છે. હરિયાણા હાઉસિંગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા જવાહર યાદવે દાવો કર્યો છે ક મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બેંગકોક રવાના થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, રાહુલ શનિવારે સાંજે નવી દિલ્હી રવાના થયા હતા.

Jawahar Yadav

@jawaharyadavbjp

अहमद पटेल साहब कल @BhupinderSHooda साहब से पूछ रहे थे पार्टी गई कहा ? आज पता चला पार्टी बैंकॉक गई है ।@narendramodi @mlkhattar @TajinderBagga

View image on Twitter

Amit Malviya

@amitmalviya

Just in case you are wondering why is Bangkok trending… https://twitter.com/kartikeya_1975/status/1180516915300581376 

Kartikeya Sharma

@kartikeya_1975

Just ahead of Maharashtra & Haryana elections, @RahulGandhi has gone off to Bangkok today at 0825 hrs by Vistara UK 121 from Delhi.

Tajinder Pal Singh Bagga

@TajinderBagga

Bangkok is now trending in India

દિલ્હી ભાજપના પ્રવક્તા તજિંદર સિંહ બગ્ગાએ ટ્વિટ કર્યું- બેંગકોક હવે ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.

રાહુલનું બેંગકોક જવાનું કારણ જાણવા મળ્યું નથી

જોકે રાહુલનું બેંગકોક જવાનું કારણ જાણવા મળ્યું નથી. પાર્ટી તરફથી આ અંગે કઈ જ કહેવામાં આવ્યું નથી. હરિયાણાની 90 સીટો અને મહારાષ્ટ્રાની 288 સીટો પર 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થનાર છે. બંને રાજ્યોના પરિણામ 24 ઓક્ટોબરે આવશે.

ભાજપે ટોણો માર્યો- ‘આલૂ સે સોના’ની વાત કોણ કરશે
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બેંગકોક જવાના અહેવાલ પછી ભાજપે તેમના પર પ્રહાર કર્યા છે. ભાજપે ટોણો મારતા ટ્વીટ કરી કે ‘મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી નજી ક છે. હવે અંબાલામાં ‘આલૂ સે સોના’ અને ‘ઓરંગાબાદ મેઇડ મોબાઇલ’ની વાત કોણ કરશે. ભાજપના આ ટોણા સામે કોંગ્રેસ નેતા સિંઘવીએ ટ્વિટ કરી કે ‘કોઇ વ્યક્તિના અંગત અને જાહેર જીવનને અલગ રાખવું જોઇએ. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી કંબોડિયા ગયા છે. ત્યાંથી પરત આવી મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણીમાં પ્રચાર કરશે.