the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહાબલીપુરમ પહોંચ્યા વડાપ્રધાન મોદી, શી જિનપિંગના સ્વાગત માટે ચીની ભાષામાં ટ્વિટ કર્યું

  • આજથી ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની બે દિવસની મુલાકાત, મોદી સાથે મહાબલીપુરમાં મુલાકાત થશે

  • ભારત-ચીન વચ્ચે બીજી વખત અનઔપચારિક વાતચીત થઈ રહી છે

મહાબલીપુર: જમ્મુ-કાશ્મીર વિશે આકરા નિવેદન કર્યા પછી આજે ચીનના રાષ્ટ્રપતિ ભારત પહોંચવાના છે. ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થવાની છે. અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે. જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં.

મોદીએ ચીની ભાષામાં ટ્વિટ કર્યું
શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલાં વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ભાષામાં ટ્વિટ કર્યું છે. પીએમએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને અહીં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી છે. તે સાથે જ તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું છે.

Narendra Modi

@narendramodi

在金奈降落。

我很高兴来到泰米尔纳德邦这片伟大的土地,泰米尔纳德邦以其伟大的文化和热情好客而闻名。

泰米尔纳德邦将接待习近平主席,这十分令人高兴。愿本次非正式会晤进一步加强印中关系。

View image on TwitterView image on Twitter
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાનનો સંપૂર્ણ કાર્યક્રમ

11. ઓક્ટોબર

12.30 PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન
12.55 PM: મહાબલીપુરમ એરપોર્ટ પર હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન પહોંચશે
01.30 PM: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન, એરપોર્ટ પર ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત, આ દરમિયાન એરપોર્ટ પર અન્ય કોઈ ફ્લાઈટ નહીં ઉડાન ભરે.
01.45 PM: ચીની રાષ્ટ્રપતિ એરપોર્ટથી હોટલ ITC ગ્રાન્ડ માટે રવાના થશે. થોડી વાર આરામ કર્યા પછી જિનપિંગ મહાબલીપુરમ માટે રવાના થશે.
05.00 PM: મહાબલીપુરમ પહોંચીને અર્જુન તપસ્યાની સ્થળ, પંચરથ, મલ્લમપુરમ શોરેના મંદિરનું મુલાકાત કરશે, આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ જિનપિંગની સાથે રહેશે
06.00 PM: સાંસ્કૃતિક કાર્યક્રમ
06.45થી 8.00 PM: વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ડિનર કરશે

12 ઓક્ટોબરનો કાર્યક્રમ (શનિવાર)
10.00થી 10.40 AM: ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50થી 11.40 AM: ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM થી 12.45 PM: ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા
02.00 PM: વડાપ્રધાન મોદી દિલ્હી આવવા રવાના થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે