the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજકોટમાં ફૂટશે મોદી અને અભિનંદન બોમ્બ, રાફેલ ફટાકડાનો બજારમાં ક્રેઝ

  • ફટાકડા બજારમાં મંદી!

  • ગત વર્ષ કરતાં ભાવમાં 20થી 25 ટકાનો વધારો

  • મોદી, રાફેલ અને અભિનંદન ફટાકડાની બજારમાં માંગ

રાજકોટ:આજે ધનતેરસ છે અને દિવાળીને હવે 2 દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે ફટાકડા બજારમાં હજુ સુધી ખરીદીનો માહોલ ઉભો થયો નથી. ફટાકડા માટે પ્રખ્યાત સદર બજારનાં વેપારીઓ ફટાકડાનાં ભાવમાં 20થી 30 ટકાનો ભાવ વધારાને કારણે મંદીનો માહોલ હોવાનું માની રહ્યાં છે. બીજી તરફ આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અભિનંદન અને રાફેલ બોમ્બ બજારમાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો આ દિવાળી પર શહેરમાં મોદી અને અભિનંદન બોમ્બ ફોડશે. જ્યારે રાફેલ બોમ્બ હવામાં ફોડશે.

નરેન્દ્ર મોદીનાં ફટાકડાની બજારમાં વધુ માંગ
કાશ્મિરમાંથી કલમ 370 હટાવીને ઈતિહાસ રચનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફટાકડામાં છવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાફેલ અને વિંગ કમાન્ડર અભિનંદનનાં બોમ્બ ફટાકડા બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારીઓનું કહેવું છે કે, રાજકારણની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ફટાકડાની માંગ વધી છે. તો લોકો પણ મોદી બોમ્બ ફોડવા માટે બાળકો સાથે ખરીદી કરી રહ્યાં છે. આ સાથે જ શહેરમાં અભિનંદન બોમ્બ ફુટશે અને રાફેલ બોમ્બ હવામાં ફૂટશે.

ટેટાથી લઇને 10 હજાર સુધીની આતશબાજીનાં ફટાકડા બજારમાં ઉપલબ્ધ
ગત વર્ષથી ભારેખમ અવાજોવાળા ફટાકડા પર પાબંદી ફરમાવવામાં આવી હોવાથી હવે ગ્રીન ફટાકડાનું ચલણ વધ્યું છે. બાળકો માટે વિવિધ રંગબેરંગી કલર કરતા ફટાકડા અને રોકેટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પાંચ રૂપીયાનાં લવીંગીયા ટેટાથી લઇને 10 હજાર સુધીની આતશબાજીનાં ફટાકડા બજારમાં ઉપલબ્ધ છે. જોકે ફટાકડાનાં ભાવ વધારાને કારણે બજારમાં હજુ સુધી રીટેલ વેપાર શરૂ થયો નથી. આજથી દિવાળીની મોડી રાત સુધી ઘરાકી રહેશે. તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.