the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શિક્ષણ-વ્યવસ્થામાં ક્રાન્તિકારિ પરિવર્તનની જરૂર

મોદી સરકાર વિવિધ ક્ષેત્રમાં સુધારા અને પરિવર્તન લાવી રહી છે. આ સરકારનું ફોકસ ભાવિ પેઢી અને યુવાનો પર વધુ હોવાનું જણાય છે, પરંતુ આ નવી પેઢી અને આજના યુવાનો જે શિક્ષણ લઈને મોટા થાય છે એ શિક્ષણ-વ્યવસ્થામાં ક્રાÂન્તકારી પરિવર્તનની જરૂર છે અન્યથા ભણેલા બહુ નીકળશે. જાકે ગણેલા ઓછા બહાર આવશે. આજે વિદ્યાર્થીઓ મોટા ભાગે ગોખેલું ભણે છે, કેવલ પરીક્ષામાં વ્યસ્ત રહ્યા કરે છે, માર્ક અને પર્સન્ટેજની પાછળ દોડ્યા કરે છે. વિશ્વની વિદ્યાપીઠોમાં કંઈક નવું અને જુદું જાવા મળે છે. મોદી સરકારે આ વિષયમાં વિચારીને અમલ કરવાની જરૂર છે.તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના Ìšસ્ટન શહેરમાં લાખો લોકોની મેદનીને સંબોધી આવ્યા. આ સમારંભમાં અમેરિકાના રાષ્ટÙપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ નરેન્દ્ર મોદીનાં ભરપેટ વખાણ કર્યાં અને કેમ નહીં? મોદી સરકારે દેશનો વહીવટ પોતાના હાથમાં લીધો ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં છેલ્લાં ૭૦ વર્ષમાં થયા નહોતા એટલા સુધારા છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે કરી દેખાડ્યા છે.દર વર્ષે ઍÂડ્‌મશન સીઝન તથા પરીક્ષા સીઝનમાં લગભગ આખા દેશમાં ભારતની શિક્ષણવ્યવસ્થાને લગતી રોકકળ સાંભળવા મળે છે. માતા-પિતા ઍÂડ્‌મશન સીઝનમાં આઇસીએસઈ, સીબીએસઈ, એસએસસી, આઇજી, આઇબી જેવાં બોર્ડ તથા એની સ્કૂલોની જંજાળમાં લિટરલી અટવાઈ જતા હોય છે.મોદી સરકારને એ વાતની ક્રેડિટ તો જરૂર આપવી પડે કે ઘણા એવા પ્રશ્નો, જે આઝાદીનાં ૭૦ વર્ષ પછી હોવાં જ નહોતા જાઈતાં એ બધાનાં સમાધાન અત્યારે એ કરી રહી છે. દરેક ઘરમાં પાણીનો નળ, દરેક ઘરમાં ગૅસનું કનેક્શન, દરેક ગામ તથા મહોલ્લામાં ટાઇલેટની વ્યવસ્થા, દરેક ભારતીયને હેલ્થ ઇન્શ્યારન્સ, દરેક ભારતીયને બેઝિક ઘર, આ બધી યોજનાઓની શરૂઆત આ સરકારે કરી છે. વિપક્ષ ભલે આને ઇલેક્શન ગિમિક કહે, પણ હકીકત તો એ છે ભારતમાં આ જ બધા પ્રશ્નો અત્યાર સુધી વણઊકલ્યા હતા. આ બધી સમસ્યા સામે લડવામાં જ મોદી સરકાર શિક્ષણ વ્યવસ્થા પર જાઈએ તેટલું ધ્યાન આપી શકવામાં અસમર્થ રહી છે.એ વાત પણ સાચી છે કે આટલી બધી ભાષા અને રાજ્યવાળા ભારત જેવા વિશાળ દેશમાં એક જેવી શિક્ષણવ્યવસ્થા લાગુ કરવી સંભવ નથી, પરંતુ કેટલીક મૂળભૂત બાબતો તો આખા રાષ્ટÙ માટે એક હોઈ જ શકેને? આજે કોઈની મુંબઈથી દિલ્હી બદલી થાય તો તેને આઇસીએસઈ બોર્ડની સ્કૂલ શોધવામાં નાકે દમ આવી જાય. એવી જ રીતે દિલ્હીવાળાની બદલી જા કોલ્હાપુર કે ભોપાલ થાય તો તેને સીબીએસસી બોર્ડ માટે ફાંફાં મારવા પડે. સૌથી મોટી સમસ્યા એ છે કે આટલાં બધાં બોર્ડ અને પરીક્ષાની જંજાળમાં ભારતમાં શિક્ષણવ્યવસ્થા બ્રિટિશ કાલોનિયલ માર્ક સિસ્ટમમાંથી જ બહાર આવી શકી નથી. બાળક જેમ-જેમ આગલા ધોરણમાં જાય તેમ-તેમ વધુને વધુ માર્ક લાવવાની સ્પર્ધા તીવ્ર થતી જાય છે. આ જ કારણ છે કે ભારતમાં Âસ્કલ્ડ સ્ટુડન્ટની ગંભીર અછત ઊભી થઈ રહી છે.જા આ પરિÂસ્થતિમાં કોઈ ધરખમ ફેરફાર નહીં કરાય તો કાલે ઊઠીને ભારતીય વિદ્યાર્થીઓ ગ્લોબલ વિદ્યાર્થીઓ સામે સ્પર્ધામાં પાછળ પડવા માંડશે.