the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સલમાન ખાને ‘દબંગ 3’નું શૂટિંગ પૂરું કર્યું, વિનોદ ખન્નાની જન્મતિથિ પર તેમને યાદ કરી વીડિયો શેર કર્યો

બોલિવૂડ ડેસ્ક: સલમાને ખાને તેની ‘દબંગ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. 6 ઓક્ટોબરના રોજ તેણે શૂટિંગ પૂરું કર્યું અને તે જ દિવસે વિનોદ ખન્નાની જન્મતિથિ પણ હતી. સલમાને સેટ પરથી ક્રૂ મેમ્બર્સ સાથેનો વીડિયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. વિનોદ ખન્ના અગાઉની બંને ‘દબંગ’ ફિલ્મમાં સલમાનના પિતાના રોલમાં હતા.

સલમાન વીડિયોમાં પોતાની આખી ટીમ સાથે ઉભેલો દેખાઈ રહ્યો છે અને તે બોલી રહ્યો હતો કે, ‘આજે દબંગ 3નો છેલ્લો દિવસ હતો. અમારું પેક અપ થઇ ચૂક્યું છે. અને સ્ટ્રેન્જ વાત એ છે, ખુશીની વાત એ છે કે આજે અમારા વીકે સર એટલે વિનોદ ખન્ના સરનો જન્મદિવસ છે. આજે અમારા પ્રજાપતિ પાંડે સાહેબનો જન્મદિવસ છે અને એ જ દિવસે સંજોગોવશ અને નસીબજોગે આજે દબંગ 3નું પેક અપ થયું. વીકે સર અમે તમને યાદ કરી રહ્યા છીએ. અમારી સાથે પ્રમોદ સર છે તેમના જ ભાઈ જે એમનો રોલ દબંગ 3માં પ્લે કરશે.’

વિનોદ ખન્નાનું મૃત્યુ એપ્રિલ 2017માં થયું હતું. હવે તેમના મૃત્યુ બાદ તેમનો રોલ તેમના ભાઈ પ્રમોદ ખન્ના ફિલ્મમાં નિભાવશે. આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટર કરી છે. અરબાઝ ખાન અને સલમાન ખાન ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા છે. ઉપરાંત આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે.

‘દબંગ 3’ આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દીની સાથે કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.