the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સિદ્ધાર્થ શુક્લા પર એક્ટ્રેસ શીતલ ખંડાલનો આરોપ, તેણે મને સેટ પર અયોગ્ય રીતે ટચ કરી હતી

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ 13’માં આવનાર સિદ્ધાર્થ શુક્લા વિરુદ્ધ તેની કો-એક્ટ્રેસ રહી ચૂકેલ શીતલ ખંડાલે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘બાલિકા વધુ’ના શૂટિંગ દરમ્યાન સિદ્ધાર્થે તેને અયોગ્ય રીતે ટચ કરી હતી.વાત એમ છે કે, ‘બિગ બોસ 13’ની શરૂઆતથી જ સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે મોટેભાગે ઝઘડા જોવા મળી રહ્યા છે. એક ઝઘડામાં રશ્મિએ સિદ્ધાર્થ પર ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને સિદ્ધાર્થે બિગ બોસને તેની ફરિયાદ કરી હતી. આ સંબંધિત શીતલનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે.

ઇન્ડસ્ટ્રીના અસલી રંગથી જાણકાર: શીતલ
શીતલે કહ્યું કે, ‘રશ્મિ દેસાઈ અને બાકી સાથે ઝઘડવા સિવાય હાલમાં જ તેણે જ્યારે આરતી સિંહની તરફદારી કરી જ્યારે સિદ્ધાર્થ સાથે તેનો ઝઘડો થયો હતો. પોતાને એવી રીતે પ્રેઝન્ટ કર્યો જેમ કે તે મહિલાઓનું સમ્માન કરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો તેના અસલી રંગથી જાણકાર છે. બાલિકા વધુના શૂટિંગ દરમ્યાન હું ખુદ પણ તેના સેક્સ્યુઅલ બિહેવિયરનો શિકાર બની ચૂકી છું. તે ઘણી છોકરીઓ પર ટ્રાય મારી ચૂક્યો છે.. તમે સમજી રહ્યા છો શું કહેવા માગું છું?’

સેટ પર અસહજ સ્થિતિ બની જતી હતી
શીતલે વધુમાં ઉમેર્યું કે, ‘તેણે માત્ર મને અયોગ્ય રીતે ટચ કરી હતી એટલું જ નહીં પરંતુ ઘણા આપત્તિજનક ડબલ મીનિંગ શબ્દો પણ વાપરતો હતો. જેને કારણે સ્ટેજ પર અસહજ સ્થિતિ બની જતી હતી. જોકે ઇન્ડસ્ટ્રીમાં નવી હોવાના કારણે હું વધુ કઈ કરી શકી નહીં.’ શીતલ ‘બાલિકા વધુ’માં ગહનાના કેરેક્ટરમાં જોવા મળી હતી. તે શોમાં સિદ્ધાર્થ શિવના રોલમાં હતો.