the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સોનાલી ફોગાટ ગૂગલ ટ્રેન્ડમાં, ટિકિટ મળ્યાની સાથે ખટ્ટર અને હુ્ડ્ડાને પાછળ છોડ્યા

  • મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને લોકો પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાથી વધારે ગૂગલ પર સર્ચ કરાઈ રહ્યા છે.

  • આદમપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર સોનાલી ફોગાટ આ બે નેતાઓથી આગળ નીકળી ગઈ છે.

પાનીપત(મનોજ કૌશિક) હરિયાણાના ચૂંટણી મહાકુંભમાં ગૂગલ ટ્રેન્ડ પર પણ નેતાઓનો ગ્રાફ ઉપર નીચે જઈ રહ્યો છે. 10 સપ્ટેમ્બરથી ગુરુવાર સુધી ગૂગલ ટ્રેન્ડ પર નજર કરીએ તો 1 મહિનામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને લોકો પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાથી વધારે સર્ચ કરી રહ્યા છે. તો બીજી તરફ આદમપુરથી ભાજપની ઉમેદવાર અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ આ બન્નેથી આગળ નીકળી ગઈ છે. લોકો સોનાલીની ઉંમર અને તેની બાયોગ્રાફી વિશે જાણવા માંગે છે. તેની સાથે જોડાયેલા સર્ચ પણ ગૂગલ પર કરવામાં આવી રહ્યા છે.

ગૂગલ ટ્રેન્ડના જણાવ્યા પ્રમાણે, 2જી ઓક્ટોબર પહેલા સોનાલી ફોગાટને એટલી સર્ચ નહોતી કરાઈ. જેવી જ ભારતીય જનતા પાર્ટીએ સોનાલીને ટિકિટ આપવાની જાહેરાત કરી તો તે ગૂગલ પર ટ્રેન્ડમાં રહેલા લાગી છે. સોનાલીની ઉંમર અને તેમની ફેમિલી બેકગ્રાઉન્ડને પણ વધારે સર્ચ કરાયું છે.

ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ સોનાલીનું સર્ચિંગ
ગૂગલ ટ્રેન્ડ પર જો આ ત્રણ નેતાઓની તુલના કરવામાં આવે તો ભારતમાં સોનાલી ફોગાટને 45%, મનોહલ લાલને 40% જ્યારે ભૂપેન્દ્ર સિંહને 15% સર્ચ કરવામાં આવ્યા છે. સાથે જ વિદેશોની વાત કરવામાં આવે તો સોનાલીને ઓસ્ટ્રેલિયા, કતર, કેનેડામાં પણ સર્ચ કરવામાં આવ્યા છે. વિદેશોમાં હુડ્ડા અને મનોહરનું સર્ચિંગ ઓછું કરવામાં આવ્યું છે.

હુડ્ડા, સુરજેવાલા, દુષ્યંત અને અભય કરતા આગળ નીકળ્યા ખટ્ટર
ભૂપેન્દ્ર હુડ્ડા, અભય ચૌટાલા, દુષ્યંત ચૌટાલા, રણદીપ સુરજેવાલાથી વધારે ગૂગલ પર મુખ્યમંત્રી મનોહર લાલને સર્ચ કરાઈ રહ્યાં છે. ગૂગલ ટ્રેન્ડ પર ભારતમાં દુષ્યંત ચૌટાલાને 27%, રણદીપ સિંહ સુરજેવાલાને 8% અને અભય ચૌટાલાને 5% સર્ચ કરાઈ રહ્યા છે. હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, પરિણામ 24 તારીખે આવશે.