the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

RBIએ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો, EMIમાં રાહત મળશે, સતત પાંચમીવાર રેટમાં ઘટાડો કર્યો

  • RBIએ રેપોરેટને 5.40 ટકાથી ઘટાડી 5.15 ટકા કર્યો.

  • રેપોરેટમાં ઘટાડાના કારણે હોમલોન, ઓટોલોન વગેરેની EMIમાં રાહત મળશે 

નવી દિલ્હીઃ ભારતયી રિઝર્વ બેન્ક (RBI)એ વ્યાજ દરમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ 5.40 ટકાથી ઘટાડી 5.15 ટકા કર્યો એટલે કે રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરાયો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન, ઓટો લોન વગેરેની EMIમાં રાહત મળશે.હવે બેન્કોને પણ સસ્તી લોન મળવાના કારણે ગ્રાહકોને પણ ફાયદો થશે.

RBIએ ગત સપ્તાહે તમામ બેન્કને આદેશ આપ્યા હતા કે 1લી ઓક્ટોબરથી વ્યાજદરોને રેપો રેટ જેવા બાહ્ય બેંચમાર્ક સાથે લિંક કરવામાં આવે. SBI અને અન્ય મુખ્ય બેન્કોએ રેપો રેટની પસંદગી કરી. જેનો સીધો ફાયદો જ્યારે પણ RBI રેપો રેટ ઘટાડશે તો ગ્રાહકો માટે લોન તરત સસ્તી થઈ જશે. MCLR આધારિત લોનમાં ગ્રાહકોને તરત ફાયદો મળતો ન હતો. પરંતુ રીસેટ ડેટના હિસાબથી EMIમાં ફેરફાર થતો હતો. બેન્ક રેપો રેટ ઘટ્યા પછી વ્યાજદર તરત ઘટાડવામાં બંધાયેલી ન હતી. RBI આ વ્યવસ્થાથી સંતુષ્ટ ન હતી. કારણ કે, તેમનો દર ઘટાડવાનો ફાયદો ગ્રાહકોને સીધો મળતો ન હતો.

નવા ગ્રાહકોને તરત ફાયદો મળશે

  • SBIના જૂના ગ્રાહકોના રેપોરેટમાં ઘટાડાનો ફાયદો લેવા માટે લોન શિફ્ટિંગ માટે અરજી કરવી પડશે. બાકી બેન્કોની સ્થિતી હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. જે પણ બેન્ક લોનના દરોને રેપો રેટ સાથે જોડી ચુકી છે તેના નવા ગ્રાહકોને 0.25% ઘટાડાનો ફાયદો મળશે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટ ઘટાડ્યો છે.
  • ઓગસ્ટમાં 0.35%નો ઘટાડો કર્યો હતો. આ પહેલા ત્રણ વખત રેટ 0.25-0.25% ઘટાડ્યો હતો. આ વર્ષે રેપો રેટ 1.35% ઘટ્યો છે. શુક્રવારે ઘટાડા બાદ તેનો દર 5.15% થઈ ગયો છે. પહેલા 5.40 ટકા હતો.

બેન્કોએ લોનનું વ્યાજ 0.35 ટકા થી 0.60 ટકા સુધી જ ઘટાડ્યું
એક વર્ષમાં રેપો રેટ 135 બેસિસ પોઈન્ટ ઘટી ચૂક્યો છે પરંતુ બેન્કોએ લોનના વ્યાજના દરમાં માત્ર 0.35%થી 0.60%નો ઘટાડો કર્યો છે. હવે રેટ કટનો એટલો જ ફાયદો ગ્રાહકો સુધી પહોંચી શકશે જેટલો આરબીઆઈ પાસેથી બેન્કોને મળે છે. સરકારી બેન્કોના વ્યાજદર ઘટશે. સ્પર્ધા જાળવી રાખવા ખાનગી બેન્કોએ પણ દર ઘટાડવા પડશે. એસબીઆઈ હવે 30 લાખ રૂપિયા સુધીની લોન પર મહિલાઓ પાસેથી 7.90% અને પુરુષો પાસેથી 7.95% વ્યાજ લેશે.
આ રીતે સમજો: આરબીઆઈના રેટ કટનો ફાયદો લોનધારકને કેવી રીતે મળશે
શું ઇએમઆઈ ઘટશે?
હાલના લોનધારકોનો EMI નહીં ઘટે, બેન્ક નવા વ્યાજદરના આધારે ગણતરી કરી લોન ચૂકવવાની અવધિ ઘટાડશે.
તો પછી ફાયદો શું થયો?
તમે અત્યારે જે ઇએમઆઈ ચૂકવી રહ્યાં છો તેમાં મૂળ રકમનો હિસ્સો વધશે અને વ્યાજનો હિસ્સો ઘટશે.
નવા દરનો ફાયદો કેવી રીતે મળશે?
તેમાં બે વાત છે. તમે નવી લોન લઈ રહ્યાં છો તો તાકિદે ફાયદો મળશે. જૂના લોન ધારક માટે નવા દર 1 જાન્યુ.થી લાગુ પડશે.
જૂના લોનધારકોએ શું કરવું પડશે?
જો તમારી લોન એમસીએલઆર સાથે લિંક હશે તો બેન્ક જઈને તેને આરએલએલઆર સાથે લિંક કરાવવી પડશે.
બજારમાં રોકડ પ્રવાહ વધારવાના બે ઉપાય
માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ 1.25 લાખ સુધી લોન આપી શકશે
માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ હવે 1 લાખના સ્થાને 1.25 લાખ સુધી લોન આપી શકશે. NBFC અને MFI પાસેથી લોન લેવા પરિવારની આવક મર્યાદા પણ ગામમાં 1.25 લાખ અને શહેરમાં 2 લાખની કરાઈ છે.
1 ડિસેમ્બરથી 24 કલાક એનઈએફટી કરી શકાશે
ગ્રાહકોને 1 ડિસેમ્બરથી 24 કલાક એનઈએફટી દ્વારા ઓનલાઈન લેવડ દેવડની સુવિધા મળશે. હાલના સમયમાં આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય દરેક વર્કિંગ ડે દરમિયાન સવારે 8થી સાંજે 7.45 સુધી મળે છે.
જીડીપીનું અનુમાન 6.9 ટકાથી ઘટાડી 6.1 ટકા કરાયું
આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019-20 માટે જીડીપીનું અનુમાન 0.8 ટકા ઘટાડ્યું છે. પહેલાં આ 6.9 ટકા હતું. હવે 6.1 ટકા કરાયું છે. જો કે નાણાંકીય વર્ષ 2020-21 માટે જીડીપીનું અનુમાન 7.2 ટકા કરાયું છે.