the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કલેક્ટર વિક્રાંત પાંડે પાંચ વર્ષ માટે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા, કે. નિરાલા નવા કલેક્ટર બન્યાં

  • અમદાવાદ કલેક્ટર ગૃહ વિભાગના આંતર રાજ્ય પરિષદના નિર્દેશક

  • પાંડેને ડેપ્યુટેશન પર મોકલાતા નવા અમદાવાદ કલેક્ટરની નિયુક્તિ થશે

  • નવા કલેક્ટર રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે

Nov 29, 2019

અમદાવાદ: અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે.નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે. આ ઉપરાંત પાણી પૂરવઠઆ બોર્ડના મેમ્બર સેક્રેટરી છે. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેય કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. તેમને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક (ડાયરેક્ટર) નિમાયા છે. તેમને 3 અઠવાડિયામાં હાજર થવા આદેશ કરાયો છે. જેને લઇને નવા કલેક્ટરની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા એક જમીનના વિવાદને કારણે વિક્રાંત પાંડેની બદલી હાલ કેન્દ્ર સરકારમાં કરી દેવાઇ હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિક્રાંત પાંડે ડોક્ટર
વિક્રાંત પાંડે એ મૂળ તો ડોકટરની ડિગ્રી મેળવી છે. રાજસ્થાનના વતની અને એમબીબીએસની ડિગ્રી ધરાવતાં વિક્રાંત પાંડેને બધા મિલનસાર સ્વભાવના ગણાવે છે. 2005ની બેચના આઈએએસ ઓફિસર ડો. વિક્રાંત પુરૂષોતમ પાંડે 9મી મે 2016થી રાજકોટના કલેક્ટર છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામને પોતાના આદર્શ માને છે.
સરકારી સ્કૂલમાં ભણ્યા છે
વિક્રાંત પાંડે 2005ની બેચના આઈ.એ.એસ.છે. સરકારી સ્કૂલમાં ભણેલા વિક્રાંત પાંડેના નામે અનેક રેકોર્ડ પણ બોલે છે. તેમજ તેમને અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.ડૉ.વિક્રાંત પાંડેનો જન્મ 22 એપ્રિલ 1979ના રોજ થયો હતો. તેઓ રાજસ્થાનના ઝાલાવાડના ગામ ઉન્હૈલની સરકારી સ્કૂલમાં ભણ્યા છે. તેમણે ઉન્હૈલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ બકાનીની સરકારી શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો.