the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગમાં લોકતંત્રને સમર્થન આપતું બિલ પાસ કર્યું

  • ચીને રાજદ્વ્રારીને બોલાવી વિરોધ વ્યક્ત કર્યો

  • હોંગકોંગ તંત્રે પણ કહ્યું- આ ઘરેલું મામલે દખલગીરી છે

Nov 29, 2019

વોશિંગ્ટન: ચીનના વાંધા છતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગમાં લોકતંત્ર અને માનવાધિકારના સમર્થનવાળા એક વિધેયક પર હસ્તાક્ષર કરી દીધા. આ બિલ હેઠળ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. અમેરિકી સંસદનાં બંને ગૃહો પ્રતિનિધિ સભા અને સેનેટમાં આ બિલ પાસ થઇ ગયું છે. આ સપ્તાહના પ્રારંભમાં ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે તેઓ આ વિધેયક પર હસ્તાક્ષર નહીં કરે. પરંતુ હવે ટ્રમ્પના આ પગલાંથી ચીન નારાજ થઇ ગયું છે. તેના વિદેશ મંત્રાલયે આ મામલે અમેરિકી રાજદૂતને બોલાવી વિરોધ વ્યક્ત કર્યો છે.
ચીને આંતરિક મામલે દખલ કરવાનો આરોપ લગાવ્યો
ચીની ઉપ-વિદેશમંત્રી લે યૂચેંગે કહ્યું કે અમેરિકા આ વિધેયકને રદ કરે. એવી ચેતવણી પણ આપી છે કે જો અમેરિકા એવું નહીં કરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી બાજુ હોંગકોંગ તંત્રે પણ ટ્રમ્પ પર શહેરમાં આંતરિક મામલે દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.