the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બુધવારે તુલા જાતકો ઉપર લક્ષ્મીજીની કૃપા રહેશે, આર્થિક સ્થિતિ વધારે મજબૂત થશે

ધર્મ દર્શન ડેસ્કઃ 27 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– કર્મચારીઓ અને સહયોગીઓ સાથે પરેશાની દૂર થઇ શકે છે. આજના દિવસે તમને મિત્રોનો સાથ મળી શકે છે. મિત્રો પાસેથી ભેટ મળશે. પરિવારજનો પાસેથી સુખ પણ આજે મળશે. મિત્રો અને ભાઈઓ પાસેથી મદદ મળી શકે છે.

નેગેટિવઃ– કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં થોડું સાવધાન રહો. તમારી ઉપર કામનો ભાર રહી શકે છે. આળસથી પણ પરેશાન રહી શકો છો. કોઇ જૂની વાત યાદ આવવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે મધુર સંબંધ સ્થાપિત થઇ શકે છે.
વ્યવસાયઃ– બિઝનેસ કરતાં લોકોને વિશેષ સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– દુશ્મન અને રોગ થોડાં વધે તેવી સંભાવના છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. આજે તમે તમારા જ્ઞાન અને બુદ્ધિથી બીજાને પ્રભાવિત કરી શકો છો. અધિકારીઓને સંભાળવા અને સમસ્યાઓને ઉકેલવી તમારા માટે સરળ રહેશે.

નેગેટિવઃ– નેગેટિવ વિચારોને મનમાંથી બહાર કાઢો, નહીંતર પરેશાની ભોગવવી પડી શકે છે. વાણી ઉપર સંયમ રાખો. બિનજરૂરી ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. કાર્યક્ષેત્રમાં પરેશાન રહેશો.

લવઃ– પ્રેમી/પ્રેમિકા સાથે મધુર સંબંધ સ્થાપિત થવાની સંભાવના છે.
વ્યવસાયઃ– વેપારમાં પણ વાતાવરણ અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ– ગ્રહોનું ગોચર તમારા બળ અને પરાક્રમને વધારવામાં મદદગાર થશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો. ઘરમાં કોઇ મહેમાન આવવાથી મન ખુશ રહેશે. આજે તમે તમારી જાતને વધારે પ્રસન્ન અનુભવ કરશો. આ સિવાય તમને મિત્રોનો સાથ મળી શકે છે.

નેગેટિવઃ– આ સમયે કોઇપણ પ્રકારનો સમજોતો અથવા કોઇપણ પ્રકારની મહત્ત્વપૂર્ણ બેઠક કરવી નહીં. આજે તમારે નવી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા પરિવારમાં વિવાદ થઇ શકે છે.

લવઃ– બહાર ફરવા જવાનો તથા શોપિંગ કરવાનો મૂડ બનશે.
વ્યવસાયઃ– કારોબારમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– બુધ તમારું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તેની સાથે-સાથે તમે પોતાને ખૂબ જ વ્યસ્ત અનુભવ કરશો. કરિયરના ક્ષેત્રમાં કરેલાં પ્રયાસ સફળ થઇ શકે છે.

નેગેટિવઃ– આજે તમને ખૂબ જ ભાગદોડ બાદ કામમાં મિશ્રિત ફળ પ્રાપ્ત થઇ શકે છે. ધન સંબંધિત મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો. ઉતાવળથી બચવું. આજે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ– કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– શનિનું ગોચર તમને શુભાશુભ બંને પ્રકારના પરિણામ આપશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– વ્યવસાયમાં સફળતા મળવાથી તમારું પદ વધી શકે છે. આજે વિદ્યા અર્જિત કરવાનો દિવસ છે, અભ્યાસમાં મન લાગશે. પરિવાર સાથે પિકનિક પર જઇ શકો છો. ધન અથવા પ્રોપર્ટીના મામલાઓ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– આજના દિવસે તમારે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં. તમે તમારા જીવનસાથીની ભાવનાઓનું ધ્યાન રાખો. આ સમયે બીજાને મદદ કરવું તમને ભારે પડશે.

લવઃ– પ્રેમી/પ્રેમિકાના એકબીજા સાથે તાલમેલથી કાર્યક્ષેત્રમાં પણ ઉન્નતિ થઇ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ– સંભવિત બાધાઓથી બચવા માટે તમારે ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આત્મવિશ્વાસમાં પહેલાંથી વધારે મજબૂતી રહેશે. આજે ઓફિસમાં પોઝિટિવ રહેશો. આજે ઘરની સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ થઇ શકે છે. પરિવાર સાથે કોઇ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં અધિકારી વર્ગના લોકોથી નિરાશ થઇ શકો છો. આ સમયે કોઇ તમારા ઉપર ખોટો આરોપ પણ લગાવી શકે છે. ભૌતિક સાધનોમાં ખર્ચ વધી શકે છે.

લવઃ– પ્રેમી સાથે બહાર ફરવા જવાનો પ્લાન સફળ થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતાના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ– કાન, ગળા, ખભા વગેરેમાં દુખાવાની સ્થિતિ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમને તમારા વેપારમાં ભારે ધનલાભ થવાની સંભાવના છે. તમારા દ્વારા કરેલાં કાર્યોથી વધારેમાં વધારે ગરીબ અને અસહાય લોકોની મદદ થાય. આર્થિક સ્થિતિ સતત મજબૂત થઇ શકે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમે આર્થિક દ્રષ્ટિએ વધારે મજબૂત થશો.

નેગેટિવઃ– તમારો કિંમતી સમય તમારા પાર્ટનરને આપો, સંબંધો વધારે મજબૂત થશે. બેકારની વાતોમાં ઝગડો કરવો નહીં. જૂની વાતોને વાંરવાંર કહેવાથી બચો. તમારું કોઇ નજીકનું વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ– દાંપત્ય જીવનને લઇને સ્થિતિઓ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ– વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ– તમારો આત્મવિશ્વાસ વધારે સુદઢ બનશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– વ્યવસાયિત યાત્રા લાભદાયક રહેશે. ઈશ્વર પ્રત્યે તમારી આસ્થા વધશે. વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વૃદ્ધિ થઇ શકે છે. કોિ સમારોહમાં સામેલ થવું પડી શકે છે.

નેગેટિવઃ– તમારી યોજનાઓને સાર્વજનિક કરશો નહીં. ધાર્મિક સ્થળે ફરવા જવાની યોજના બની શકે છે. રૂપિયાની લેવડ-દેવડથી બચવું. બિનજરૂરી રોકાણ કરશો નહીં.

લવઃ– પ્રેમ સંબંધને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ધન રાશિના લોકોને આત્મસંતુષ્ટિનો અનુભવ થઇ શકે છે. ભાગેદારીના કાર્યોમાં તમને લાભ મળી શકે છે. પરિવાર તથા સંબંધોનું સંપૂર્ણ ધ્યાન રાખવું. વ્યાપારિક યોજનાઓને અમલમાં લાવી શકો છો.

નેગેટિવઃ– જિદ્દી વ્યવહાર છોડવો, નહીંતર પરેશાનીમાં મુકાઇ શકો છો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખવો. વાદ-વિવાદમાં ફસાઇ શકો છો. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું.

લવઃ– એકબીજા સાથે સામંજસ્યમાં ભ્રમ પેદા થઇ શકે છે.
વ્યવસાયઃ– આજનો દિવસ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની તાકાતને વધારવા તથા સુધારવાની આશા રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– મન પ્રફુલ્લિત રહેવાથી માનસિક રૂપથી હળવું અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. મિત્રો સાથે ઘનિષ્ટતા વધશે. પરિવારમાં શુભ કાર્યની રૂપરેખા બની શકે છે.

નેગેટિવઃ– વિદ્યાર્થી વર્ગના લોકોએ અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમારી બેદરકારીના કારણે અનેક દુષ્પરિણામ ભોગવવા પડી શકે છે.

લવઃ– એકબીજા માટે સહયોગની ભાવના રાખવી.
વ્યવસાયઃ– ગ્રહોની સ્થિતિ તમારા અનુકૂળ રહેવાથી ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક ક્ષમતાઓની વૃદ્ધિ હેતુ ધ્યાન આપો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રસ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આ મુલાકાત તમારી માટે લાભદાયક રહેશે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લઇ શકો છો. આ સમયગાળા દરમિયાન કામ વધારે રહેશે.

નેગેટિવઃ– પરિવારનું વાતાવરણ સારું રહેશે. આજે તમારે સમજી-વિચારીને કોઇ નિર્ણય લેવો પડશે. તમારી વાણીથી આજે ઘરમાં મનમુટાવ થઇ શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– એકબીજાના સહયોગથી કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ– ગળ્યું ખાવાનું મન થઇ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– મિત્રો સાથે મુલાકાત થશે અને તેમનો સહયોગ મળશે. આધ્યાત્મ તરફ તમારો રસ વધશે. યાત્રા લાભદાયક રહેશે. દાંપત્યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. માતા-પિતાનો સહયોગ મળશે.

નેગેટિવઃ– આવકની અપેક્ષાએ ખર્ચ વધશે. આજે તમારે તમારી વાણી અને વ્યવહારને સંયમમાં રાખવો પડશે. આજે તમે માનસિક તણાવ અનુભવ કરશો. આજનો દિવસ યાત્રાએ જવાથી બચવું.

લવઃ– ભૌતિક સુખ સંસાધનોનો લાભ પ્રાપ્ત કરી શકો છો.
વ્યવસાયઃ– નોકરી તથા વેપારમાં લાભ મળવાની સંભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ– શરીરની સ્ફૂર્તિ અને જોશ કાયમ રહેશે.