the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ગુજરાન ચલાવવા ટિફિન સર્વિસ ચલાવી રહી છે, સલમાન સાથે ડેબ્યૂ કર્યું હતું

બોલિવૂડ ડેસ્ક: 1995માં ફિલ્મ ‘વીરગતિ’થી એક્ટ્રેસ પૂજા ડડવાલે સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું. હાલ તે ટિફિન સર્વિસ ચલાવીને પોતાનું જીવન પસાર કરી રહી છે. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં તેની લાઇફમાં ચાલી રહેલાં ઉતાર-ચઢાવ વિશે ખુલીને વાત કરી છે.

પૂજા ફરી ફિલ્મોમાં પરત થવા ઇચ્છે છે

1. પૂજા રૂપિયાની તંગી સામે લડી રહી છે

પૂજાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું- ગયા વર્ષે ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાયા બાદ હવે હું ઠીક છું. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ફરી જોડાવા ઇચ્છું છું. કામના સિલસિલામાં લોકા સાથે હળી-મળી પણ રહી છું. મને અત્યાર સુધી કોઇ કામ મળ્યું નથી. મારી પાસે રૂપિયા નથી પરંતુ આત્મવિશ્વાસ છે. હાલ ગુજરાન ચલાવવા માટે મેં ટિફિન સર્વિસ શરૂ કરી દીધી છે. જ્યારે મને કંઇ જ સમજાયું નહીં કે મારે શું કરવું જોઇએ, ત્યારે મારા મિત્ર રાજેન્દ્ર સિંહ (ફિલ્મ ડાયરેક્ટર)એ મને ટિફિટ સર્વિસનો આઇડિયા આપ્યો. તેમણે મને આ સર્વિસ શરૂ કરવા માટે સામાન અને જગ્યા પણ ઉપલબ્ધ કરાવી છે. હાલ હું જ્યાં કામ કરું છું ત્યાં જ હું રહું છું. મને બોલિવૂડમાં કામ મળવાનું પણ શરૂ થઇ જશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.

2. સલમાને મદદ કરી હતી

ગયા વર્ષે ટીબીના ઇલાજ માટે સલમાન ખાન આગળ આવ્યો હતો. તેના બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને 10 મહિના સુધી પૂજાના ઇલાજનો ખર્ચ ઉઠાવ્યો અને તેની દેખરેખનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. પૂજાના ઠીક થયાં બાદ ગોવામાં રહેવા માટે એક ભાડેથી ઘરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બીમારી પહેલાં પૂજા ગોવાના કસીનોમાં જ કામ કરતી હતી. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- હું સલમાન ખાનને મળીને તેનો આભાર માનવા ઇચ્છું છું. તે મારી માટે ભગવાન સમાન છે, તેમણે મને નવું જીવન આપ્યું છે.

3. પતિ અને પરિવારે એકલી છોડી દીધી હતી

બીમારીના કારણે તેના પતિ અને પરિવારના લોકોએ પણ તેને એકલી છોડી દીધી હતી. શરૂઆતમાં યોગ્ય ઇલાજ થઇ શક્યો નહીં જેના કારણે તેની હાલત વધારે ખરાબ થઇ ગઇ હતી. ટીબીના કારણે તેનું વજન પણ માત્ર 23 કિલો થઇ ગયું હતું. ત્યાર બાદ સારો ઇલાજ, સારી ડાયટ અને દેખરેખ હેઠળ તે ફરી સ્વસ્થ થઇ ગઇ છે. પૂજાએ વીરગતિ સિવાય ‘દબદબા’, ‘હિન્દુસ્તાન’, ‘સિંદૂર કી સૌગંધ’ અને ‘મેડમ નંબર 1’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.