the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજનાથે કહ્યું- પાકિસ્તાને આતંકવાદ માર્ગે પ્રોક્સી વૉક શરૂ કર્યું, આ રીતે આપણી સાથે યુદ્ધ નહીં જીતી શકે

  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે પુણેમાં નેશનલ ડિફેન્સ અકેડમીની 137મી પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કર્યું હતું

  • તેમણે કહ્યું- આતંકવાદ મામલે પાકિસ્તાન ઉગાડું પડ્યું, વૈશ્વિક સ્તરે એકલું પડી ગયું

Nov 30, 2019

પુણે: રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે કહ્યું છે કે, પાકિસ્તાન આતંકવાદ દ્વારા પ્રોક્સી વૉરના સહારે ભારત સાથે લડવા માંગે છે. પરંતુ તે કદી આ રીતે આપણી સાથે યુદ્ધ નહીં જીતી શકે. આજે રક્ષા મંત્રીએ પુણેમાં નેશનલ ડિફેન્સ અકેડમીની 137મી પાસિંગ આઉટ પરેડને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન સમગ્ર દુનિયાની સામે આતંકવાદના મામલે ઉઘાડું પડી ગયું છે અને સમગ્ર દુનિયામાં એકલું પડી ગયું છે.

સિંહે કહ્યું કે, અમારી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન મોદીની કુશળ રાજનીતિને જાય છે. પાકિસ્તાન 948, 1965, 1971 અને 1999માં થયેલા યુદ્ધમાં હારીને એ વાત જાણી ચૂક્યા છે કે, તેઓ ભારત સામે નહીં જીતી શકે. આ જ કારણ છે કે, હવે તેઓ આતંકવાદના સહારે ભારત સાથે લડવા માંગે છે. હું સંપૂર્ણ જવાબદારી સાથે કહી શકુ છું કે, પાકિસ્તાન તેમના હેતુમાં કદી સફળ નહીં થઈ શકે.

અમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ: રાજનાથ

  • રક્ષામંત્રીએ કહ્યું- અમે દેશના લોકોની સુરક્ષા અને અખંડતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીયે. જો કોઈ અમારા જમીન પર આતંકી કેમ્પ ચલાવતા હોય અથવા જો હુમલામાં સામેલ થાય તો અમે તેને જવાબ આપવા માટે સક્ષમ છીયે.
  • ભારતના અન્ય દેશો સાથે સારા સંબંધો છે. અમારી છબિ એક એવા દેશ તરીકેની રહી છે કે જેણે કદી સીમાઓનું ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જો કોઈ અમને ઉશ્કેરશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.