the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સેટ પર દીકરા વરૂણ સાથે થયેલી દુર્ઘટનાને લઇને ડેવિડ ધવન બોલ્યાં- તેને જોઇને અમારા હાથ-પગ ફૂલી ગયાં હતાં

બોલિવૂડ ડેસ્ક: હાલમાં જ ડેવિડ ધવને મીડિયા સાથે વાતચીત દરમિયાન ‘કુલી નં. 1’ના સેટ પર થયેલી દુર્ઘટના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમનો દીકરો વરૂણ સ્ક્રીન પર પોતાને રિયલ બતાવવા માટે કંઇપણ કરી શકે છે. જોકે, સેટ પર કોઇ મોટી અનહોની સર્જાઇ નથી. તેમણે તે કારનો દરવાજો જોયો જેમાં વરૂણ ફસાઇ ગયો હતો. જ્યારે તેમણે આ ઘટના જોઇ ત્યારે તેમના હાથ-પગ ફૂલી ગયાં હતાં. આ દરમિયાન વરૂણ એકદમ શાંત રહ્યો હતો. કોઇપણ મોટી દુર્ઘટના બને તે પહેલાં વરૂણને કારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ ઘટના હાલમાં જ પૂનામાં શૂટિંગ દરમિયાન બની હતી. જ્યારે વરૂણ ચટ્ટાન ઉપર લટકાયેલી એક કારમાં ક્લોઝઅપ શોર્ટ આપી રહ્યો હતો.

સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતુંઃ-
ડેવિડને જ્યારે પૂછવામાં આવ્યું કે એક પિતા હોવાની દ્રષ્ટિએ તેમણે વરૂણને આ પ્રકારના ખતરનાક સ્ટંટ કરવાથી કેમ રોક્યો નહીં? ત્યારે જવાબ આપતાં ડેવિડે કહ્યું, ‘વરૂણ એકલો જ કેમ? જ્યારે પણ એક્શનની વાત આવે છે, ત્યારે હું મારા બધા જ હીરોઝને સંપૂર્ણ સુરક્ષા આપું છું. અમે વરૂણ માટે પણ એવી જ વ્યવસ્થા કરી હતી. પરંતુ આ યુવા એક્ટરો પોતાને ખતરનાક ઝોનમાં ધકેલવા ઇચ્છે છે. વરૂણ પણ આ જ જનરેશનનો છે, જે પડદા ઉપર પોતાને રિયલ દર્શાવવા માટે કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે.’

ભવિષ્યમાં કોઇ રિસ્ક લેશે નહીંઃ-
ભવિષ્યમાં કોઇપણ એક્ટરને ડેવિડ આવું રિસ્ક લેવાની પરમિશન આપશે નહીં. ‘ડેવિડની ફિલ્મમાં મોટાભાગે કોમ્પિલીકેટેડ એક્શન સીન હોતાં નથી. ‘કુલી નં. 1’ની રીમેકમાં આવા થોડાં સીન ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના કોઇ ખતરનાક સ્ટંટની પરમિશન તેઓ આપશે નહીં. દર્શક તેમની ફિલ્મમાં કોમેડી જોવા આવે છે, થ્રિલ માટે નહીં.’

મોરિશિયસમાં બે ગીત શૂટ થશેઃ-
ફિલ્મની શૂટિંગ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. માત્ર બે ગીત જ બાકી છે, જે મોરિશિયસમાં શૂટ થશે. આ ગીત શૂટ થતાં જ તેમની ફિલ્મ મે મહિનામાં રિલીઝ માટે સંપૂર્ણ તૈયાર થઇ જશે.

ડેવિડ પ્રમાણે, જૂની અને નવી ‘કુલી નં. 1’ ની તુલના કરી શકાશે નહીં. વરૂણ ધવન સ્ટારર ‘કુલી નં. 1’માં જૂની ફિલ્મમાંથી બે ગીત ‘હુસ્ન હૈ સુહાના’ અને ‘મેં તો રસ્તે સે જા રહા થા’ને સામેલ કરવામાં આવ્યાં છે.

ફિલ્મમાં વરૂણ ધવન સિવાય સારા અલી ખાન, પરેશ રાવલ, રાજપાલ યાદવ, શિખા તલસાનિયા અને જોની લીવરની મુખ્ય ભૂમિકા રહેશે.