the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સોનાની જ્વેલરીનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી ફરજિયાત બનશે, તે સોનાની શુદ્ધતાનું માપદંડ છે

  • સરકાર 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે

  • જ્વેલર્સને સ્ટોક ક્લીયન્સ માટે એક વર્ષનો સમય મળશે

Nov 29, 2019

નવી દિલ્હીઃ સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી અનિવાર્ય બનશે. કન્ઝ્યુમર મામલાઓના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી. મંત્રાલય 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, જેથી જ્વેલર સ્ટોક ક્લીયર કરી શકે. હોલમાર્કિંગ હાલ વૈકલ્પિક છે.

દેશમાં માત્ર 40% જ્વેલરીનું જ હોલમાર્કિગ થઈ રહ્યું છે

હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનો માપદંડ છે. સમગ્ર દેશમાં હાલ 800 હોલમાર્કિંગ સેન્ટર છે. માત્ર 40 ટકા જ્વેલરીનું જ હોલમાર્કિંગ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરે છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર બીઆઈએસનું નિશાન આપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે છે કે લાઈસન્સહોલ્ડર લેબમાં સોનાની શુદ્ધતા કરવામાં આવી છે. બીઆઈએસની વેબસાઈટના જણાવ્યા મુજબ, આ દેશમાં એકમાત્ર એજન્સી છે, જેને સોનાના ઘરેણાના હોલમાર્કિંગ માટે સરકારે મંજૂરી આપી છે. ઘણાં જ્વેલર બીઆઈએસની સેવા લીધા વગર પોતે જ હોલમાર્કિંગ કરે છે, આ કારણે ખરીદી પહેલા એ જાણવું જરૂરી છે કે જ્વેલરી બીઆઈએસ હોલમાર્કિંગ ધરાવે છે કે નહિ.