the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સ્માર્ટ સ્ટેશનેથી ટ્રેન પકડશો તો યુઝર ચાર્જ વસૂલ કરવાની તૈયારી

  • તો સુરત, સાબરમતી સહિતના સ્માર્ટ સ્ટેશનેથી ટ્રેન પકડશો તો યુઝર ચાર્જ ચુકવવો પડશે

  • ટ્રેનમાં બેસવા અને ઉતરવાના એમ બંને સ્ટેશન સ્માર્ટ હશે તો પ્રવાસીઓએ બમણો શુલ્ક ચૂકવવો પડશે

  • બંને શુલ્ક ટિકિટમાં સામેલ હશે, રકમ કેટલી તે હજી નક્કી નથી

  • 9 મોટા સ્ટેશનો પર પાઈલટ પ્રોજેક્ટ શરૂ થશે, 400 સ્ટેશનને આવરી લેવાશે

Nov 30, 2019

શરદ પાંડે, નવી દિલ્હી: સ્માર્ટ બનાવાઈ રહેલા રેલવે સ્ટેશનો પરથી ટ્રેન પકડનારા પ્રવાસીઓ પર હવે એક નવો શુલ્ક લાદવાની તૈયારી છે. રેલવે મંત્રાલય માને છે કે આ નાણાંથી સ્ટેશનો ને પીપીપી મોડલ પર તૈયાર થઈ રહેલી કંપનીઓનો ખર્ચ ભરપાઈ થઈ શકશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ શુલ્ક દેશનાં 9 મોટાં સ્ટેશનો પર લદાશે. સચિવોના જૂથે તેનું માળખું તૈયાર કર્યું છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ આંગડીએ કહ્યું કે આ શુલ્ક સ્ટેશન સ્માર્ટ થયા પછી વસૂલાશે તે પહેલાં નહીં. હકીકતમાં પીપીપી હેઠળ હબીબગંજ અને ગાંધીનગર સ્ટેશનને વિકસાવવામાં આવી રહ્યા છે. એવું નક્કી થયું હતું કે ડેવલોપર સ્ટેશનની સાથે જ ત્યાંની પ્રોપર્ટી પણ ડેવલપ કરશે અને તેમાંથી થતી આવકમાંથી ખર્ચ કાઢશે પણ પ્રોપર્ટી માર્કેટમાં અત્યારે ઓછી વૃદ્ધિ છે એટલે ડેવલોપર અન્ય સ્ટેશનો માટે ઓછો રસ દાખવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સચિવોના જૂથે યુઝર ચાર્જનો વિકલ્પ કાઢ્યો છે જેથી કંપનીઓ આગળ આવી શકે.
સ્ટેશન ડેવલપ થયા પછી અભ્યાસ થશે કે કેટલો ચાર્જ વસૂલવો
યુઝર ચાર્જની રીત ટ્રેન પકડતા સમયે જેટલો ચાર્જ લાગશે તેનાથી અડધો ચાર્જ ટ્રેનમાંથી ઊતરતા સમયે લાગશે. એટલે કે જો બંને સ્ટેશન સ્માર્ટ હશે તો પ્રવાસીઓએ બમણો શુલ્ક ચૂકવવો પડશે. શુલ્ક ટિકિટ બુક કરતાં સમયે જ લઈ લેવાશે. શુલ્ક કેટલો હશે તે હજી નક્કી નથી. આંગડીએ કહ્યું કે સ્ટેશન ડેવલપ થયા પછી અભ્યાસ થશે કે કેટલો ચાર્જ વસૂલવો.
આ સ્ટેશનોથી શરૂઆત
ડ્રાફ્ટ મુજબ યુઝર ચાર્જની શરૂઆત 9 સ્ટેશનોથી થશે. તેમાં ગ્વાલિયર, સુરત, સાબરમતી, અમૃતસર, નાગપુર, દહેરાદૂન, પુડુચેરિ, તિરુપતિ અને વેલ્લોર સામેલ છે. આ અંગે ગુરુવારે પણ નીતિઆયોગમાં એક મહત્ત્વની બેઠક થઈ હતી. પીપીપી મોડલ હેઠળ દેશભરમાં 400 સ્ટેશન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. પાયલટ પ્રોજેક્ટ સફળ થયા પછી અન્ય સમાર્ટ સ્ટેશન પરથી યુઝર ચાર્જ વસૂલાશે.