the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

AIIMS સાથે બેન્ક ફ્રોડ, 12.5 કરોડ ખાતાંમાંથી ગાયબ થયા

  • દહેરાદૂન અને મુંબઈમાં લગભગ 29 કરોડ રૂપિયાના ચેક જમા કરાયા હતા

Nov 30, 2019

નવી દિલ્હી: દેશની અગ્રણી આરોગ્ય સંસ્થા એઇમ્સ બેન્ક ફ્રોડનો શિકાર બની છે. એસબીઆઈના ક્લોન ચેક દ્વારા એઇમ્સના ખાતામાંથી 12.5 કરોડ રૂપિયા ગાયબ કરી દેવાયા છે. એઇમ્સના એસબીઆઈ ખાતામાં છેલ્લા એક મહિના દરમિયાન મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને અન્ય કેટલાક શહેરોમાંથી ઉપાડ કરાયો હતો. દહેરાદૂન અને મુંબઈમાં લગભગ 29 કરોડ રૂપિયાના ચેક જમા કરાયા હતા પણ સમયસર આ વાતની જાણ થતાં તે રકમ બચી ગઈ હતી. આ અંગે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખામાં અને સીબીઆઈમાં ફરિયાદ કરાઈ છે. હજુ સુધી કેસ દાખલ થયો નથી. એઇમ્સે સ્પષ્ટ કર્યું છે કે જે ચેક નંબર દ્વારા નાણાં ઉપાડાયા છે તે ચેક આજે પણ એઇમ્સની પાસે જ છે.
ડીન પાસે મેસેજ આવતા ખુલાસો થયો
ઓક્ટોબર અને નવેમ્બરમાં એઇમ્સના મેઇન એકાઉન્ટ અને રિસર્ચડીનના ખાતામાંથી મોટી રકમ ઉપાડનો મેસેજ આવતાં એઇમ્સે બેન્કને સૂચના આપી હતી.