-
આનાથી ઓછો 4.3 ટકા ગ્રોથ જાન્યુઆરી-માર્ચ 2013માં રહ્યો હતો
-
મેન્યુફેકચરિંગ સેકટરના ગ્રોથમાં ઘટાડાની વધુ અસર, આ સેક્ટરમાં -1% ગ્રોથ
Nov 30, 2019
નવી દિલ્હીઃ દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને 4.5 ટકા રહ્યો છે. તે છેલ્લા 26 ત્રિમાસિકમાં સૌથી ઓછો છે. તેનાથી ઓછો 4.3 ટકા જાન્યુઆરી-માર્ચ 2013માં રહ્યો હતો. એપ્રિલ-જૂનમાં ગ્રોથ 5 ટકા અને ગત વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં 7 ટકા રહ્યો હતો. આ વર્ષેના એપ્રિલથી સપ્ટેમ્બરના 6 મહીનામાં ગ્રોથ 4.8 ટકા નોંધાયો હતો. ગત વર્ષે આ છ મહિનામાં તે 7.5 ટકા હતો.
સેકટર મુજબ ગ્રોથ
સેક્ટર | જુલાઈ-સપ્ટેમ્બર 2018માં ગ્રોથ | એપ્રિલ-જૂન 2019માં ગ્રોથ | જુલાઈ-સપ્ટેમ્બર 2019માં ગ્રોથ |
એગ્રીકલ્ચર | 4.9% | 2% | 2.1% |
માઈનિંગ | 2.2% | 2.7% | 0.1% |
મેન્યુફેકચરિંગ | 6.9% | 0.6% | -1% |
ઈલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાય | 8.7% | 8.6% | 3.6% |
કન્સ્ટ્રક્શન | 8.5% | 5.7% | 3.3% |
ટ્રેડ, હોટલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન | 6.9% | 7.1% | 4.8% |
ફાઈનાન્શિયલ સર્વિસ | 7% | 5.9% | 5.8% |
પબ્લિક એડમિનિસ્ટ્રેશન | 8.6% | 8.5% | 11.8% |
સતત છઠ્ઠા ત્રિમાસિકમાં ગ્રોથમાં ઘટાડો
ત્રિમાસિક | GDP ગ્રોથ |
એપ્રિલ-જૂન 2018 | 8% |
જુલાઈ-સપ્ટેમ્બર 2018 | 7% |
ઓક્ટોબર-ડિસેમ્બર 2018 | 6.6% |
જાન્યુઆરી-માર્ચ 2019 | 5.8% |
એપ્રિલ-જૂન 2019 | 5% |
જુલાઈ-સપ્ટેમ્બર 2019 | 4.5% |
ત્રીજા ત્રિમાસિકથી ગ્રોથ વધવાની શક્યતા
મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યનનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે. ત્રીજા ત્રિમાસિક(ઓક્ટોબર-ડિસેમ્બર)થી જીડીપી ગ્રોથ વધવાની શક્યતા છે.
ભાજપ માટે જીડીપી ગોડસે ડિવાઈસિવ પોલિટિક્સ: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જીડીપી ગ્રોથમાં ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું- જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, છતાં પણ ભાજપ જશ્ન કેમ મનાવી રહી છે ? ભાજપ માટે જીડીપી ગોડસે ડિવાઈસિવ પોલિટિક્સ છે. સુરજેવાલાએ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન સંદર્ભે આ ટિપ્પણી કરી. પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતા, જોકે તેમણે શુક્રવારે લોકસભામાં બે વાર માફી માંગી લીધી.
મારા પર અસર
જીડીપીની સામાન્ય માણસો પર અસર પડે છે. દર નીચે જતા સરેરાશ આવક ઘટે છે અને લોકો ગરીબી રેખા નીચે જતા રહે છે. નવી નોકરીઓનું સર્જન ધીમું પડે છે, તથા બચતો અને રોકાણ ઘટે છે. આ સ્થિતિમાં લોકો ખરીદી ઓછી કરે તેથી ઉત્પાદન ઓછું થાય છે.
7 મહિનામાં જ રાજકોષીય ખાધ લક્ષ્યાંક કરતાં વધુ
રાજકોષીય ખાધના મોરચે સરકારને આંચકો લાગ્યો છે. 2018-19ના પ્રથમ 7 મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રાજકોષીય ખાધ હાલના નાણાંકીય વર્ષના લક્ષ્યાંકથી વધુ થઈ ગઈ છે. પહેલાં 7 મહિનામાં રાજકોષીય ખાધ 7.2 ટ્રિલિયન રૂપિયા (100.32 અબજ ડોલર)ની થઈ જે બજેટમાં હાલના નાણાંકીય વર્ષમાં નક્કી કરેલા લક્ષ્યાંકના 102.4 ટકા વધુ છે.