the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

T-20 અને વનડે વર્લ્ડ કપ જીતવા જેવી યાદો દિલની નજીક છે, તેને ભૂલી શકાય નહીં: ધોની

  • મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું – ICC વર્લ્ડ કપ 2007 અને 2011ની ક્ષણોનું પુનરાવર્તન કરવું ખૂબ મુશ્કેલ છે

  • ભારતે T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન અને વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે એક ઇવેન્ટમાં ભારતના 2007 અને 2011 વર્લ્ડ કપ વિનિંગ મોમેન્ટની વાત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે, “ICC વર્લ્ડ કપ 2007 અને 2011ની ક્ષણોનું પુનરાવર્તન કરવું ખૂબ મુશ્કેલ છે.” ભારતે T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન અને વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

ધોનીએ કહ્યું કે, ” અમે 2007નો T-20 વર્લ્ડ કપ જીતીને જયારે ભારત પરત ફર્યા ત્યારે અમારું જોરદાર સ્વાગત થયું હતું. અમે મુંબઈમાં ખુલ્લી બસમાં સવારી કરી હતી. અમે મરીન ડ્રાઈવ પહોંચ્યા તો ચારેય બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એમાં અમુક લોકોની ફ્લાઇટ છૂટી ગઈ હશે, બની શકે છે કે તેઓ કોઈ જરૂરી કામથી જઈ રહ્યા હોય. સ્વાગત દરમિયાન લોકોના ચહેરા પર જે સ્મિત હતું તે જોવું બહુ સંતોષકારક હતું.”

સ્ટેડિયમમાં ‘વંદે માતરમ’ના નારા લાગી રહ્યા હતા
તે પછી ધોનીએ 2011ના વર્લ્ડ કપ ફાઇનલ વિશે વાત કરી હતી. ત્યારે ભારત 28 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ધોનીએ કહ્યું કે, ” મને યાદ છે અમે જીતથી 15-20 રન દૂર હતા ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં ફેન્સે ‘વંદે માતરમ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. એટલે જ આ બંને ક્ષણોનું પુનરાવર્તન કરવું ખૂબ મુશ્કેલ છે અને તે મારા દિલની બહુ નજીક છે.” ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલા પ્રથમ T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને 5 રને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. જ્યારે 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને વિજેતા બન્યું હતું. ત્યારે મુંબઈ ખાતેની ફાઇનલમાં ધોનીએ અણનમ 91 રનની ઇનિંગ્સ રમી હતી.