the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગુરૂવારનો દિવસ વૃષભ જાતકો માટે અનેક બદલાવ લઇને આવશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે

ધર્મ દર્શન ડેસ્કઃ 5 ડિસેમ્બર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજનો દિવસ મેલજોલ માટે શુભ રહેશે. આજનો દિવસ તમારી માટે અન્ય દિવસોની અપેક્ષામાં સારો રહી શકે છે. અધિકારી વર્ગના લોકો આજે તમારી પ્રશંસા કરી શકે છે. નોકરી કરતાં લોકોને વિદેશ જવાનો અવસર મળી શકે છે.

નેગેટિવઃ– આજનો દિવસ તમારા માટે કામકાજમાં બાધા લાવી શકે છે. ધનહાનિ થઇ શકે છે. કાર્ય સ્થાન પર નુકસાન થઇ શકે છે. ઘરમાં તણાવનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે.

લવઃ– તમારા પ્રેમ જીવનમાં રોમાન્સ અને કામુકતાનો પ્રભાવ રહી શકે છે.
વ્યવસાયઃ– આજે તમે ઊર્જા તથા ઉત્સાહથી પૂર્ણ રહેશો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમે કોઇ એવું કાર્ય શરૂ કરી શકો છો જેનું દૂરગામી પરિણામ તમને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારી માટે અનેક બદલાવ લાવી શકે છે. કંઇક નવું શીખી શકો છો જે ભવિષ્યમાં લાભદાયક રહેશે.

નેગેટિવઃ– આજનો દિવસ તમારી માટે ખૂબ જ શુભ છે. આજે ખોટાં ખર્ચાઓ તમારી સામે આવી શકે છે. આજે કોઇ જરૂરી દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર કરતાં પહેલાં એકવાર ચેક કરી લેવું.

લવઃ– પ્રેમ જીવનના ભવિષ્યને લઇને મહત્તવપૂર્ણ નિર્ણય લેવાની જરૂર છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ– આરોગ્ય અંગે કોઇ સમસ્યા જોવા મળી રહી નથી.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા ઘરની સજાવટ ઉપર ધ્યાન આપશો. આજે તમે તમારી દક્ષતા સાબિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આજનો દિવસ વ્યસ્ત રહે તેવી સંભાવના છે. આજે તમે જે પણ કરશો તેમાં તમને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– તમારા કરિયરમાં વૃદ્ધિ જોવા માટે તમારે તમારા તકનીકી કૌશલનો વિકાસ કરવો પડશે. આજનો દિવસ તમે જમીન સંબંધિત કોઇ પણ લેણ-દેણ કરશો નહીં.

લવઃ– તમારી રચનાત્મકતાના બળ પર તમે કોઇને તમારા પ્રત્યે આકર્ષિત થતાં અનુભવી શકો છો.
વ્યવસાયઃ– આજે તમે કોઇ મોટા વ્યાવસાયિક લેણ-દેણને અંજામ આપી શકો છો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સામાન્ય જળવાઇ રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે તમે ખૂબ જ ભાગ્યશાળી રહેશો અને અધિકારીઓ સાથે વિશેષ પક્ષ પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા બધા જ પ્રયાસોમાં સફળ રહેશો અને એક શક્તિશાળી અને આકર્ષક સ્થિતિમાં વૃદ્ધિ કરશો.

નેગેટિવઃ– આજે તમારા પ્રિયજન પરેશાન થઇ શકે છે. આજનો દિવસ ખરાબ ગતિવિધિથી બચો. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે.

લવઃ– તમારે પ્રામાણિક થવું પડશે.
વ્યવસાયઃ– જે લોકો તમને ખુશ કરે છે તેમની સાથે સમય વિતાવો.
સ્વાસ્થ્યઃ– પરંપરાગત સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલ યોગાભ્યાસને અપનાવવામાં તમારો રસ વધશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે ભવિષ્યની યોજનાને ગતિ પ્રદાન કરવાનો શાનદાર દિવસ છે. આજના દિવસે કરેલું દાન-પુણ્યનું કામ તમને માનસિક શાંતિ અને સુકૂન આપી શકે છે. પારિવારિક સભ્ય ઘરેલૂ મુદ્દામાં મદદગાર થઇ શકે છે.

નેગેટિવઃ– આજના દિવસે અન્ય દ્વારા ટિપ્પણીઓ કાર્યસ્થળ પર નુકસાન પહોંચાડી શકે છે. સ્વજનો સાથે કોઇ વાતમાં વિવાદ થઇ શકે છે. તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે.

લવઃ– તમારું પ્રેમ જીવન ખૂબ જ સારું રહેશે.
વ્યવસાયઃ– આજે તમે તમારા કરિયરમાં એક પગલું આગળ વધી શકો છો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યના મામલે સહયોગ મળશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– વધારે આવક માટે તમારા સર્જનાત્મક વિચારોની મદદ લેવી. મિત્રો અને પરિવાર સાથે મજેદાર સમય વિતશે. આજનો દિવસ તમે સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ રહી શકો છો.

નેગેટિવઃ– રૂપિયા દેવા અને લેવા જેવા વિત્તીય નિર્ણય ખૂબ જ સાવધાનીથી કરવા જોઇએ. કામ વધારે હોવાથી વેપારમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પ્રેમ સંબંધ મામલે વિવાદાસ્પદ મુદ્રા ઉઠાવશો નહીં.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ સફળ થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય મામલે મિશ્રિત પરિણામ મળશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કાર્યસ્થળ પર નવી યોજનાઓ ઉપર ચર્ચા કરી શકો છો. આજે તમે જે કાર્ય હાથમાં લેશો તે પૂર્ણ કરી લેશો. આજે તમને તમારા કોઇ મિત્રથી આર્થિક ફાયદો મળી શકે છે.

નેગેટિવઃ– તમારાથી મોટાં લોકોની વાતોને ધ્યાનથી સાંભળો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ઠંડા દિમાગથી વિચારો. પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે તમારે તમારી ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ– જીવનસાથી સાથે તમારી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરો.
વ્યવસાયઃ– કારોબાર મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ– ગુપ્તાંગોના રોગ અને પીડાઓ ઉભરી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે અચાનક નવા સ્ત્રોતથી ધન મળશે, જે તમારા દિવસને રોમાંચક બનાવી દેશે. આજે તમારી મનોકામનાઓ દુઆઓ દ્વારા પૂર્ણ થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે.

નેગેટિવઃ– ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહો. આજે સમજી-વિચારીને પગલા ભરવાની જરૂરિયાત છે. આજનો દિવસ સહકર્મીઓ પાસેથી સહયોગ મળવાની સંભાવના ઓછી છે.

લવઃ– પરિસ્થિતિ તમને એક મહાન પ્રેમી બનાવી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો ભરપૂર સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ– આજે તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા પરિણામ મળશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારે તમારા વરિષ્ઠ લોકોની સાથે-સાથે સહકર્મિઓનો પણ પૂર્ણ સમર્થન પ્રાપ્ત થશે. ભવિષ્યમાં વધતાં મૂલ્ય સાથે સંપત્તિ ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. આવકના નવા સ્ત્રોત તમને મજબૂત બનવામાં મદદ કરશે.

નેગેટિવઃ– કામના દબાવમાં વૃદ્ધિ માનસિક રૂપથી તમને તણાવ આપી શકે છે. આજે તમારા સાથીના મામલાઓમાં દખલ કરવી નહીં. યાત્રાની યોજના બની શકે છે.

લવઃ– કોઇ દૂર રહેતું સંબંધી આજે તમને સંપર્ક કરી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ– આજે વધારે તણાવના કારણે તમારે થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઇ શકો છો અને નવા મિત્ર પણ બનાવી શકો છો. એક પ્રભાવશાળી વ્યક્તિ સાથે બેસવું તમારી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ– આજે કામનો ભાર વધારે લેવો નહીં અને જરૂરી આરામ કરવો. એક વ્યસ્ત કાર્યક્રમ તમને તણાવમાં મુકી શકે છે. તમે સામાન્યથી ઓછાં ઉર્જાવાન અનુભવ કરી શકો છો.

લવઃ– તમારા સાથીને મહત્ત્વ આપો.
વ્યવસાયઃ– કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– તમે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગરૂત રહેશો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે આજે ઉત્તમ દિવસ છે. વેપારમાં લાભ, નોકરીમાં પદોન્નતિ અને આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થઇ શકે છે. મિત્ર, પત્ની, પુત્ર તરફથી શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– તમારી વાણી અથવા વ્યવહાર આજે કોઇ સાથે ગેરસમજ ઊભી કરી શકે છે. આજે તમારી માન-પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. ખર્ચની માત્રા વધી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આકસ્મિક ધનલાભના યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારા ગ્રહયોગ કષ્ટ આપતી સ્થિતિમાં રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– નવા કાર્યની શરૂઆત કરવા માટે તમે ઉત્સાહિત રહેશે. શરીર અને મનની સ્વસ્થતા પણ તમારા આ ઉત્સાહને બમણો કરી શકે છે. સ્નેહી મિત્રો તથા સ્વજનો સાથે સ્નેહમિલન સમારોહમાં જવું પડી શકે છે.

નેગેટિવઃ– પરિવાર અને કાર્યના ક્ષેત્રમાં સમજોતાપૂર્ણ વ્યવહાર સંઘર્ષ ટાળો. વાણી ઉપર નિયંત્રણ ન રહેવાથી કોઇ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઓછી છે.

લવઃ– પ્રેમ જીવનમાં સ્થિતિ વિપરીત રહી શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ– શારીરિક ક્ષમતાઓમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે.