the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતી વ્યક્તિના રોલમાં દેખાશે

બોલિવૂડ ડેસ્ક: યશરાજ ફિલ્મ્સ સાથે અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો કરી ચૂકેલો રણવીર સિંહ એક વાર ફરી આ બેનરની ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’માં દેખાશે.ફિલ્મમાં રણવીર એક ગુજરાતી વ્યક્તિના રોલમાં દેખાશે. તે આને એક ચમત્કારી સ્ક્રિપ્ટ ગણાવે છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મમા રણવીર મહિલાનોની રક્ષા કરતા જયેશભાઈના રોલમાં દેખાશે.

પોસ્ટરમાં શું છે ખાસ
આ ફિલ્મ માટે રણવીરે ઘણું વજન ઉતાર્યું છે.
તે પોતાની પાછળ ઉભેલી મહિલાઓની રક્ષા કેવાણો પ્રયત્ન કરી રહ્યો છે. સ્પષ્ટ છે કે ,ફિલ્મ મહિલા સશક્તિકરણનું સમર્થન કરશે.

રણવીર પ્રથમવાર આ ફિલ્મમાં અલગ રોલમાં નજરે પડશે
ફિલ્મમાં પોતાના પાત્ર વિષે રણવીરે કહ્યું, ‘જયેશભાઇ એક એવી સાધારણ વ્યક્તિ છે કે કોઈ અસાધારણ પરિસ્થિતિમાં મૂકાય તો બધું જ સાધારણ કરી દે છે. તે સંવેદનશીલ અને દયાળુ છે. તે સમાજમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ ધરાવે છે. આ પાત્રએ મારી સામે એક રોમેન્ટિક પડકાર મૂક્યો. મેં આ પહેલા મારી જાતને આ પ્રકારના પાત્રમાં ક્યારેય જીવી નથી.’