the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જેટ એરવેઝની હરાજીમાં બ્રિટનનું હિન્દુજા ગ્રુપ સામેલ થશે, ગોપીચંદે એરલાઈનને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરીઃ રિપોર્ટ

  • સિનર્જી ગ્રુપે એરલાઈન્સ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, બાદમાં લેન્ડર્સે હરાજી શરૂ કરવાની માંગ કરી હતી

  • ગોપીચંદ હિન્દુજાએ કહ્યું હતું- એરલાઈની દેવાના પગલે નીંદા થવાને કારણે અમે જેટ એરવેઝને ખરીદવા માંગીએ છીએ

નવી દિલ્હીઃ બ્રિટનનું હિન્દુજા ગ્રુપ બંધ થઈ ગયેલ જેટ એરવેઝને ખરીદવા માટે હરાજીમાં ભાગ લેશે. ગ્રુપનું સંચાલન કરનાર ભાઈઓ ગોપીચંદ હિન્દુજા અને અશોક હિન્દુજાએ તેની તૈયારીઓ શરૂ કરી છે. હરાજીમાં સામેલ થવા માટે સમય સીમા 15 જાન્યુઆરી સુધીની છે. જેટ સાથે જોડાયેલા સૂત્રોએ તાજેતરમાં જ તેની પુષ્ટિ કરી છે. આ પહેલા સિનર્જી ગ્રુપે આ એરલાઈન્સને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

બાદમાં લોન ધીરનારાઓએ જેટ એરવેઝને વેચવા માટે નવેસરથી હરાજી શરૂ કરવાની માંગ કરી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેન્કે જેટે તેમને 8230 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે કર્મચારીઓ અને અન્ય લેન્ડર્સનો દાવો એવો હતો કે એરલાઈન્સે 6400 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. તેમાં 24 ટકા હિસ્સો અબુ ધાબીના એતિહાદની હતી.

હિન્દુજા ગ્રુપ શરૂઆતમાં પણ જેટને ખરીદવા માંગતું હતું

હિન્દુજા બંધુઓએ આ વર્ષની શરૂઆતમાં અતિહાદની સાથે પાર્ટનરશીપમાં જેટ એરવેઝ માટે બોલી લગાવવા પર વિચાર કર્યો હતો, જોકે એતિહાદે આ પ્રસ્તાવને રદ કર્યો, બાદમાં જેટ એરવેઝ દેવાળીયા બની ગઈ હતી. ગોપીચંદ હિન્દુજાએ થોડા દિવસો અગાઉ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એરલાઈનની નીંદા થવાના કારણે અને તેની સ્થિતિ બગડવાના કારણે અમારું ગ્રુપ જેટ એરવેઝને ખરીદવાની ઈચ્છા રાખે છે.

હિન્દુજા બાદ અન્ય કંપનીઓ પણ હરાજીમાં સામેલ થશે

સૂત્રોના જણાવ્યા મુજબ હિન્દુજાની સાથે અન્ય કંપનીઓ પણ બોલી લગાવી શકે છે. હરાજીમાં સામેલ થવા માટે હિન્દુજા ગ્રુપને જેટની વેલ્યુને લઈને થનારી જટિલતાઓનો સામનો કરાવો પડી શકે છે. તેમાં હીથ્રો એરપોર્ટના લેન્ડિંગ અધિકારી અને ઘણી બિનજરૂરી જગ્યાઓ પર ઉડાન સ્લોટની પરવાનગી પણ સામેલ છે.