the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ડેમોક્રેટ સેનેટર કમલા હેરિસે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો, ટ્રમ્પનો ટોણો- તમને મિસ કરીશું

  • કમલા હેરિસે કહ્યું- હું ભલે ચૂંટણી ન લડું પણ ટ્રમ્પને હરાવવા માટે હંમેશા કામ કરતી રહીશ

  • કમલાએ એક વીડિયો મેસેજ ટ્વિટર પર મુક્યો છે- ચૂંટણી લડવા માટે પૈસા ઓછા પડી રહ્યા છે

વોશિંગ્ટન: ભારતીય મૂળની ડેમોક્રેટ અમેરિકન સેનેટર કમલા હેરિસે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો ચે. મંગળવારે તેમણે કહ્યું કે, હું દુખ સાથે કહેવા માંગુ છું કે, મેં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્લાન રદ કરી દીધો છે. ચૂંટણી લડવા માટે ઘણાં પૈસાની જરૂર હોય છે. હું અબજોપતિ નથી. કમલાએ એવું પણ કહ્યું છે કે, ભલે હું રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાની હોઉં પણ લોકોને ન્યાય અપાવવાની લડાઈ હંમેશા લડતી રહીશ.

Kamala Harris

@KamalaHarris

To my supporters, it is with deep regret—but also with deep gratitude—that I am suspending my campaign today.

But I want to be clear with you: I will keep fighting every day for what this campaign has been about. Justice for the People. All the people.https://medium.com/@KamalaHarris/i-am-suspending-my-campaign-today-6dca8cefb252 

I am suspending my campaign today

But I want to be clear with you: I am still very much in this fight.

medium.com

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલાના આ નિર્ણય સામે પ્રહાર કરતા કહ્યું છે કે, આ બહુ ખરાબ થયું. કમલા અમે તમને મિસ કરીશું. આના જવાબમાં કમલાએ કહ્યું છે કે, કોઈ વાંધો નહીં મિસ્ટર પ્રેસિડન્ટ, તમારી ઉપર ચાલી રહેલા મહાભિયોગની સુનાવણી દરમિયાન તમને જોઈ લઈશ. હું ભલે ચૂંટણી ન લડુ પરંતુ તમને હરાવવા માટે હંમેશા કામ કરતી રહીશ.

જીવનના સૌથી મુશ્કેલ નિર્ણય સુધી પહોંચી- કમલા
કમલાએ એક વીડિયો મેસેજ ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. આજ સાચી વાત છે. આ વિશે નિર્ણય કરતા પહેલાં મેં દરેક દ્રષ્ટીકોણથી વિચાર કર્યો છે. છેલ્લાં કેટલાક દિવસો પછી હું મારા જીવનના સૌથી મુશ્કેલ નિર્ણય સુધી પહોંચી છું.

કમલાની માતા ભારતીય હતા, જ્યારે પિતા જમૈકાના હતા
ભારતીય મૂળના કમલા હેરિસને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના મજબૂત ઉમેદવાર માનવામાં આવતા હતા. ઘણાં લોકો તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આકરી ટક્કર આપનાર નેતા માનતા હતા. કમલાના માતા-પિતા કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલમાં અભ્યાસ કરવા માટે બહારથી આવ્યા હતા. કમલાની માતા શ્યામલા ગોપાલન ભારતના અને પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાથી અમેરિકા પહોંચ્યા હતા. બંને નાગરિક અધિકાર આંદોલનમાં સક્રિય હતા. તેઓ અશ્વેતોની જાગ્રતતા અને આઝાદી પર ચર્ચા કરનાર એક ગ્રૂપ સાથે પણ જોડાયેલા હતા. 2009માં કમલાનું કેન્સરના કારણે મોત થઈ ગયું.