the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રજ્ઞા બ્રાન્ડ દેશભક્ત

ગુજરાતીમાં કહેવત છે કે કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી ને ગમે તે કરો સીધી ના જ થાય. ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરને આ કહેવત બરાબર લાગુ પડે છે. પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં રાષ્ટÙપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ફરી એક વાર દેશભક્ત જાહેર કરી દીધા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પ્રજ્ઞા ઠાકુરે કરેલા લવારાને લોકસભાના રેકોર્ડ પરથી કઢાવી દીધા છે તેથી તેની વાત કરી ના શકાય પણ પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત ગણાવ્યો એ જગજાહેર વાત છે. પ્રજ્ઞાના લવારાના કારણે ભારે બબાલ મચી છે ને વિપક્ષોએ ગુરૂવારે સંસદને માથે લીધી.પ્રજ્ઞાના લવારાના કારણે ભાજપ બરાબરનો ભેરવાયો છે તેથી બહાર નીકળવા પ્રજ્ઞાને સંરક્ષણ પરની સંસદીય સમિતિમાંથી તગેડી મૂક્્યાં. ભાજપે પ્રજ્ઞા પર પાર્લામેન્ટરી પક્ષની બેઠકમાં હાજર રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો. એ છતાં વિપક્ષોને સંતોષ નથી ને પ્રજ્ઞાને સાંસદપદેથી જ દૂર કરવાની માગણી શરૂ થઈ છે. અસઉદ્દીન ઓવૈસીએ તો પ્રજ્ઞા સામે વિશેષાધિકાર ભંગ બદલ પગલાં લેવા માટે નોટિસ પણ ફટકારી દીધી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને સ્પીકર તરીકે ભાજપના ઓમ બિરલા છે. આ સંજાગોમાં પ્રજ્ઞા સામે પગલાં ભરાય તેવી શક્્યતા નથી પણ પ્રજ્ઞાએ જે માનસિકતાનું પ્રદર્શન કર્યું છે એ જાતાં તેમને સાંસદપદેથી તગેડી મુકાય તો તેમાં પણ કશું ખોટું નહીં હોય. તેનું કારણ એ કે પ્રજ્ઞાએ આવો લવારો પહેલી વાર નથી કર્યો ને પહેલી વાર એ ગોડસે પર વારી ગયાં નથી. પ્રજ્ઞા ઠાકુરે આ પહેલાં પણ ગોડસેને દેશભક્ત ગણાવેલો.લોકસભાની ચૂંટણી પહેલાં અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસને મહાત્મા ગાંધીના નાથુરામ ગોડસેના સંદર્ભમાં એવી કોમેન્ટ કરેલી કે ભારત આઝાદ થયો એ પછી આ દેશમાં પાકેલો પહેલો આતંકવાદી એક હિંદુ હતો ને તેનું નામ નાથુરામ ગોડસે હતું. કમલના કહેવા પ્રમાણે આ દેશમાં ત્યારથી હિંદુ આતંકવાદ શરૂ થયો. કમલ હસનની વાત હતી કેમ કે તેણે ગોડસેના કૃત્યને હિંદુત્વ સાથે જાડી દીધેલું. ગોડસેએ જે કંઈ કરેલું તેને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નહોતી એ જાતાં કમલ હસને પોતાની હલકી માનસિકતાનો પરચો આપેલો.પ્રજ્ઞા ઠાકુર ભોપાલ બેઠક પર ભાજપનાં ઉમેદવાર હતાં. પ્રજ્ઞાને પત્રકારોએ કમલના લવારા અંગે સવાલ કર્યો તેમાં તો બેન ફોર્મમાં આવી ગયેલાં. તેમણે જાહેર કરેલું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે ને હંમેશાં રહેશે. જે લોકો ગોડસેને આતંકવાદી ગણાવે છે એ લોકોએ પોતાની અંદર જાવું જાઈએ ને આવા લોકોને દેશની પ્રજા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.પ્રજ્ઞાના આ લવારાના કારણે ભાજપની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભાજપે કલાકોમાં તો પ્રજ્ઞાના લવારાના મુદ્દે હાથ ખંખેરી નાખેલા ને પ્રજ્ઞાને માફી માગવા ફરમાન પણ કરી દીધેલું. પ્રજ્ઞા પહેલાં તો તૈયાર નહોતાં ને તેમણે જાત જાતના નાટક કરેલાં. પાર્ટીએ તતડાવ્યાં છતાં તેમણે માફી માગવાના બદલે એવી ટ્‌વીટ કરેલી કે પાર્ટીની લાઈન મારી લાઈન છે. ભાજપની નેતાગીરીએ એ પછી ઘોંચપરોણો કર્યો હશે એટલે તેમણે થોડા કલાક પછી એવી ટ્‌વીટ કરી હતી કે ગોડસે અંગેના વિચારો મારા પોતાના હતા ને લાગણી દુભાવવા બદલ હું ખેદ વ્યક્ત કરૂં છું.પ્રજ્ઞાના આ બકવાસ પછી તેમને ચીમકી અપાઈ હશે ને પછી મોદી ને શાહ બંનેએ લાલ આંખ કરી તેમાં તેમણે પરાણે માફી માંગવી પડેલી. આખા દિવસના નાટક પછી છેક સાંજે તેમણે ટ્‌વીટ કરવી પડી કે નાથુરામ ગોડસે અંગેના મારા નિવેદન બદલ હું દેશના લોકોની માફી માગું છું. મારું નિવેદન એકદમ ખોટું હતું. મને રાષ્ટÙપિતા મહાત્મા ગાંધી માટે અત્યંત માન છે.પ્રજ્ઞાએ એ વખતે માફી માગી લીધી તેમાં મામલો પતી ગયેલો પણ હવે પ્રજ્ઞાએ ફરી એ જ લવારો કર્યો છે ને ફરી ગોડસેને દેશભક્ત ગણાવી દીધો છે. આ વાત ગંભીર છે કેમ કે આ મુદ્દો એવો નથી કે કોઈની લૂલી અચાનક લપસી જાય ને મોંમાંથી કશુંક નીકળી જાય.
ગાંધીજીની હત્યાનો મુદ્દો એક વૈચારિક ને વિચારધારા સાથે પણ જાડાયેલો મુદ્દો છે.આ દેશમાં ગાંધીજીની હત્યા થઈ ત્યારથી ગોડસેને દેશભક્ત ગણાવીને તેણે કશું ખોટું કર્યું નથી એવું સાબિત કરવાની માનસિકતાનું વરવું પ્રદર્શન થતું રÌšં છે. આ માનસિકતા ખતરનાક ને વિકૃત્ત છે. એક વ્યÂક્ત કોઈની હત્યા કરી નાખે ને કોઈને તેમાં કશું ખોટું ના લાગે એ માનસિકતા ખતરનાક જ કહેવાય. એક હત્યારાને તમે કઈ રીતે દેશભક્ત ગણાવી શકો ? ગોડસેએ ભારતને કનડનારા કોઈ હરામખોરને મારી નાખ્યો હોત તો બરાબર હતું પણ તેણે તો આ દેશના રાષ્ટÙપિતાની હત્યા કરી હતી. આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેનારા માણસને તેણે મારી નાખ્યા હતા. આવા મહાન માણસની હત્યા કરનારાને દેશભક્ત ગણાવનારની માનસિકતા વિશે શું કહેવું એ જ ખબર પડતી નથી. આવા હત્યારાને પ્રજ્ઞા દેશભક્ત ગણાવે છે ત્યારે તેમની માનસિકતા પણ ગોડસે જેવી જ કહેવાય, વિકૃત્ત જ કહેવાય.પ્રજ્ઞા જેવાં લોકો આ પ્રકારની વાતો કરીને એવી વિચારધારાને પણ પોષી રહ્યાં છે કે જેમાં નફરત સિવાય કશું નથી. ગોડસેએ ગાંધીજીની હત્યા પોતાની મુÂસ્લમ વિરોધી માનસિકતાના કારણે કરી હતી. ગાંધીજી પાકિસ્તાનની બહુ તરફદારી કરે છે એવું ગોડસેને લાગતું હતું ને તેના કારણે તેણે ગાંધીજીની ત્રણ ગોળી મારીને હત્યા કરી દીધી. ગોડસેને પોતે કરેલા કૃત્યનો જરાય વસવસો નહોતો. ગોડસેએ તો પોતે કરેલા કૃત્યને યોગ્ય ઠેરવ્યું છે.ગોડસેની વિચારધારા ખોટી હતી ને તેણે જે કૃત્ય કર્યું એ તો અક્ષમ્ય હતું. મૂળ તો સભ્ય સમાજમાં વૈચારિક મતભેદના કારણે તમે કોઈની હત્યા કરી નાખો એ જ અક્ષમ્ય છે. એવી વ્યÂક્તને માણસ જ ના ગણી શકાય. આવો માણસ આ દેશનો હતો એ વિચારીને જ આપણને શરમ આવવી જાઈએ. તેના બદલે કેટલાક લોકો તેને દેશભક્ત માને છે. જે લોકો તેને દેશભક્ત ગણાવે એ લોકો પણ કોઈ રીતે ગોડસેથી અલગ ના જ ગણાય ને પ્રજ્ઞા ઠાકુર તેમાંથી એક છે એ હકીકત છે. ભાજપે પહેલાં પણ પ્રજ્ઞાના લવારાના મુદ્દે હાથ ખંખેરી નાખેલા ને અત્યારે પણ એ જ કર્યું છે. એ વખતે મોદીએ ભારે આકરા તેવર બતાવીને પ્રજ્ઞાને ખખડાવી દીધાં હતાં. મોદીએ તો સાફ શબ્દોમાં કહી દીધું કે પ્રજ્ઞાએ ભલે માફી માગી લીધી હોય પણ બાપુ વિશે તેમણે જે કંઈ કÌšં તેના કારણે હું તેમને કદી માફ નહીં કરી શકું. અમિત શાહે પણ એવું જ વલણ અપનાવેલું ને પ્રજ્ઞાને માફી માગવાની ફરજ પાડી હતી.ભાજપનું એ વલણ એ વખતે બરાબર હતું કેમ કે પ્રજ્ઞાએ પહેલી વાર આ પ્રકારનો લવારો કર્યો હતો. કોઈ પણ વ્યÂક્તની પહેલી ભૂલ તમે માફ કરી શકો. પહેલી ભૂલને નાદાનિયત ગણીને માફ કરવામાં ખોટું નથી પણ પ્રજ્ઞાના કિસ્સામાં એવું નથી. પ્રજ્ઞાએ પહેલાં જે કહેલું એ પણ સભાનપણે કહેલું ને એ વખતે પણ તેમને પોતાની વાતનો અફસોસ નહોતો. ભાજપે તેમના પર દબાણ પેદા કર્યું ત્યારે તેમણે માફી માગવી પડેલી, બાકી એ તો માફી માગવા પણ તૈયાર નહોતાં. તેનો અર્થ એ કે તેમની વિચારધારા જ ગાંધીજીની હત્યાને યોગ્ય ઠેરવવાની છે. હવે ફરી વાર એ જ વાત કરીને તેમણે આ માનસિકતા છતી કરી છે. તેમણે પહેલાં ભલે એમ કÌšં કે મને ગાંધીજી તરફ માન છે પણ તેમની વાત સાબિત કરે છે કે તેમને ગાંધીજી માટે કોઈ માન નથી ને એ વખતે તેમણે જે કÌšં એ સ્વાર્થના કારણે કહેલું.આ સંજાગોમાં ભાજપ તેમને કોઈ સરકારી કમિટીમાંથી દૂર કરે કે પાર્લામેન્ટરી પક્ષની બેઠકથી દૂર રાખે એ પૂરતું નથી. ભાજપે તેમને પક્ષમાંથી તગેડી મૂકવાં જાઈએ. પ્રજ્ઞા ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાયાં હતાં એ જાતાં ભાજપ તેમને સાંસદપદેથી દૂર કરવાની પ્રક્રિયા કરે તો એ પણ યોગ્ય જ હશે. આ પ્રકારની વાતો કરનારી વ્યÂક્ત દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન સંસદમાં બેસે એ સંસદનું પણ અપમાન છે. ભાજપ ગાંધીજી તરફ માનની વાતો કરે છે ત્યારે ગાંધીજીના હત્યારાને દેશભક્ત ગણાવનારને દૂર કરીને તેમણે એ વાત સાબિત કરવી જાઈએ.ગોડસેને દેશભક્ત ચિતરીને પ્રજ્ઞા સહિતનાં લોકો દેશભÂક્તના નવા પાઠ ભણાવવાની કોશિશ કરી રહ્યાં છે. આ દેશનાં લોકોને આ પ્રકારની દેશભÂક્તની બિલકુલ જરૂર નથી. હવે ભાજપે નક્કી કરવાનું છે કે, તેને આ દેશભÂક્તની અને ગોડસેને દેશભક્ત ગણાવતી વ્યÂક્તની પણ જરૂર છે કે નથી. આ દેશમાં ક્્યા પ્રકારની દેશભÂક્ત ચલાવવી એ હવે ભાજપે નક્કી કરવાનું છે.