the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભારતીય એથલેટ્સ 1500 મીટર રેસમાં 4 મેડલ જીત્યા, ભારત 6 ગોલ્ડ સહિત 21 મેડલ સાથે બીજા નંબરે

  • સાઉથ એશિયન ગેમ્સમાં અજય કુમારે 1500 મીટર રેસ 3.54.18 સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેળવ્યો

  • મહિલા ખેલાડીઓમાં ચંદાએ સિલ્વર અને ચિત્રાએ બ્રોન્ઝ પોતાના નામે કર્યા

સ્પોર્ટ્સ ડેસ્કઃ નેપાળના કાઠમાંડૂમાં ચાલી રહેલા 13માં સાઉથ એશિયન ગેમ્સ(SAG)માં ભારતે મંગળવારે 1500 મીટર રેસમાં 4 મેડલ જીત્યા. ટુર્નામેન્ટના બીજા દિવસે પુરુષ એથલેટે ગોલ્ડ અને સિલ્વર, જ્યારે મહિલા એથલેટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ટુર્નામેન્ટમાં ભારત 6 ગોલ્ડ સહિત 21 મેડલની સાથે બીજા નંબર પર છે. હોસ્ટ 28 મેડલની સાથે ટોપ પર છે.

ભારત માટે અજય કુમાર સારોએ ગોલ્ડ જીત્યો. તેમણે 1500 મીટર રેસ(3.54.18 સમય) પુરી કરી. જ્યારે અજીત કુમારે(3.57.18 સમય) રેસ પુરી કરીને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મહિલાઓમાં ચંદાએ(4.34.51 સમય)સિલ્વર અને ચિત્રાએ(4.35.46 સમય) બ્રોન્ઝ પોતાના નામે કર્યા. શ્રીલંકાની ઉદા કુબુરાલગે(4.34.34 સમય) ગોલ્ડ પોતાના નામે કર્યો.