the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સુપ્રીમ કોર્ટે 107 દિવસ પછી આપ્યા જામીન; ન તો પુરાવા સાથે ચેડા કરશે- ન મીડિયાને નિવેદન આપવાનો આદેશ

  • સુપ્રીમ કોર્ટે 2 લાખના અંગત બોન્ડ પર ચિદમ્બરમને જામીન આપ્યા

  • જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી બેન્ચે આ મામલે 28 નવેમ્બરે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે, ચિદમ્બરમ કોઈ પણ પ્રકારના પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહીં કરે. આ મામલે મીડિયામાં કોઈ પણ નિવેદન કે ઈન્ટરવ્યુ પણ ન આપી શકે. ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટે જામીન નહીં આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 2 લાખના અંગત બોન્ડ અને અમુક શરતો સાથે ચિદમ્બમરના જામીન મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, ચિદમ્બરમ 21 ઓગસ્ટથી જેલની અંદર હતા. પરિણામે ચિદમ્બરમ આજે 107 દિવસ પછી જેલની બહાર આવશે.

તિહાડ જેલમાં બંધ ચિદમ્બરમે અરજીમાં દિલ્હી હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર આપ્યો હતો જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ મામલે તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ચિદમ્બરમ મનિ લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે. જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડના અંદાજે 2 મહિના પછી તેમને જામીન મળી ગયા હતા.

જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી બેન્ચે આજે મની લોન્ડરિંગ કેસમાં ચુકાદો આપ્યો હતો. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે આ કેસમાં નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો

ઈડીએ કહ્યું હતું- ચિદમ્બરમ જેલથી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે
હાઈકોર્ટમાં 15 નવેમ્બરે સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે, ચિદમ્બરમ જેલમાં હોવા છતા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. બીજી બાજુ ચિદમ્બરમને કહ્યું હતું કે, તપાસ એજન્સી પાયા વિહોણા આરોપ લગાવીને તેમની કરિયર અને પ્રતિષ્ઠા બરબાદ કરી રહી છે. આ વિશે હાઈકોર્ટે કહ્યું હતું કે, અમને કોઈ શંકા નથી કે જામીન લેવો તેમનો અધિકાર છે. પરંતુ આ કેસમાં જામીન આપવામાં આવ્યા તો મોટા પાયે લોકોના હિતને નુકસાન થશે. કારણકે આરોપ ગંભીર છે.

સીબીઆઈએ ચિદમ્બરમની 21 ઓગસ્ટથી ધરપકડ કરી છે
આઈએનએક્સ મીડિયાને 305 કરોડનો ફાયદો અપાવવાના મામલે સીબીઆઈએ 10 વર્ષ પછી મે 2017માં ચિદમ્બરમ સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી ઈડીએ તેમની સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ત્યારપછી સીબીઆઈએ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં તેમની 21 ઓગસ્ટે ધરપકડ કરી છે. આ મામલે તેમને અંદાજે 2 મહિના પછી સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારપછી 16 ઓક્ટોબરે ઈડીએ તેમની ધરપકડ કરી હતી.