the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સ્ત્રી સાથે અક્ષમ્ય ક્રૂરતા

ગમે તેટલી પ્રગતિ કે વિકાસ છતાં ભારતીય માનસમાં સ્ત્રીઓ પ્રત્યેની લાગણીમાં ઝાઝું પરિવર્તન આવ્યું નથી. કમનસીબે શિક્ષણના પ્રચાર-પ્રસાર બાબતમાં વધુ અસરકારક નિવડ્યા નથી. તાજેતરમાં યુવતીઓ પર બળાત્કાર અને પછી બાળી નાખવાના ત્રણ-ચાર મામલા નોંધાયા અને જારદાર હોબાળો મચેલો છે. દિલ્હીની નિર્ભયા હોય કે હૈદરાબાદની ડા. પ્રિયંકા રેડ્ડી, વાસનાભૂખ્યા રાક્ષસો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ઘટનાઓ વચ્ચે બેંગલુરુની એક નામ વગરની માસૂમના કમોતનો મામલો કંઈક અંશે દબાઈ ગયો.બેંગલુરુની ઘટના ઘણાં દૃÂષ્ટકોણથી વધુ ચોંકાવનારી છે. ભોગ બનેલી ઢીંગલીની ઉંમર હતી માત્ર સાત દિવસ. એ કોઈનું શું બગાડી શકે? એની હત્યાના આરોપસર પકડાઈ એક મહિલા, સાંઈઠ વર્ષની. એટલું જ નહીં આ મહિલા માસૂમની સગી દાદી હતી. આવું હિચકારું કૃત્ય કર્યું કેમ તેણે? કારણ કે કોઈ જ્યોતિષે આગાહી કરી હતી કે દીકરી આવવાથી તારા દીકરાની આર્થિક Âસ્થતિ બગડી જશે. આ કમકમાટીભરી અકલ્પ્ય ઘટનામાં પૂરક પરિમાણ એ છે કે દીકરાએ માતાની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. આથી સાસુમા ઘર છોડીને જતા રહ્યા હતા, પણ પુત્રવધૂ ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ સુવાવડ માટે આવ્યા હતા.જે દાદીએ માસૂમને રમાડવાની હોય, વહાલ કરવાનું હોય, એના ઓવારણા લેવાના હોય અને પોતાની ઉંમર પણ એને મળી જાય એવા આશીર્વાદ આપવાના હોય તેણે આવું કરવું પડ્યું? સમાજ એ સુસંસ્કૃત માનવી તરીકે આપણે કેટલા અધૂરા છીએ એનું આ ઉદાહરણ છે.આપણા શાસકો, સમાજના ઘડવૈયા, શિક્ષણશાસ્ત્રીઓ અને પ્રચાર માધ્યમો ક્્યાંક ઊણાં ઊતર્યા છે એ નક્કી. જે સમાજમાં છ વર્ષથી લઈને ૮૦ વર્ષની સ્ત્રી પર બળાત્કાર થાય, હજી દહેજ મગાય, અÂગ્નસ્નાન કરવું પડે કે આપઘાત માટે મજબૂર કરાય, ક્્યાં આપણે કઈ અને કેવી પ્રગતિની વાતો કરીએ, ઉજવણી કરીએ?રાજકારણીઓએ પૂરેપૂરી ગંભીરતા અને નિષ્ઠાપૂર્વક આવી સમસ્યાઓ ઉકેલવાની દિશામાં સક્રિય થવાની તાતી જરૂર છે. રાણી લક્ષ્મીબાઈ, માતા જીજાબાઈ, ઈંદિરા ગાંધી, કલ્પના ચાવલા કે બબિતા ફોગટ જેવા જુજ ઝળહળતા નામ માત્ર અપવાદ ન બની રહે અને સ્ત્રીને સર્વત્ર સ્વીકૃતિ અને સન્માન સાથે ગર્વથી જીવવાનો હક મળે એ સૌની જવાબદારી છે, ફરજ છે.કોઈ દાદીમા જ્યોતિષની સલાહમાં ભરમાઈને પૌત્રીને મારી નાખે, એવા સમાજમાં સ્વતંત્રતાના દાયકા પછી આપણે રહેવું-જીવવું પડે છે! રાજકારણ અને સત્તાના પરિઘને ઓળંગીને સમાજ, સમાનતા અને માનવતાનું હિત હૈયે હોય એવી વિચારધારાનો ઉદય સત્વરે થવો જાઈએ. એ સિવાય પહોળા રસ્તા, લાંબાલચક પુલ, ભવ્ય ઍરપોર્ટ, ગગનચુંબી ઈમારત, મોલ, મÂલ્ટપ્લેક્સ અને મેટ્રો ટ્રેન જેવા વિકાસનો લેશમાત્ર અર્થ ખરો! જે સમાજના પાયામાં જ ખોટ હોય એની ઈમારત કેવી બનશે? કેટલી ટકશે?જા કે ભારતીય સમાજમાં એક સમયે ખરેખર મહિલાઓનું સન્માન કરાતું હતું પણ મધ્યયુગ બાદ સામંતવાદી માનસિકતાએ એવો પગ પેસારો કર્યો કે મહિલાઓને માત્ર ભોગ સમજવાની વૃત્તિ આખા સમાજની વૃત્તિ બની ગઇ છે અને તેના પરિણામે જ સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે.