the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ વાળા વિસ્તારમાં પેસેન્જર વિમાન ક્રેશ, તેમાં ક્રૂ સહિત 83 લોકો સવાર હતાં

  • એરલાઇન્સના CEOએ અફઘાન અધિકારીઓના દાવાને ફગાવીને કહ્યું કે તેમની એરલાઇનમાં દુર્ઘટના બની નથી

કાબુલ: અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ક્રૂ સહિત 83 લોકો સવાર હતાં.દુર્ઘટના દેહ યાક જિલ્લામાં બની હતી. આ વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે. સ્પેશલ ફોર્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ગઝની શહેરની ગવર્નર ઓફિસ તરફથી પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું- અરિયાના અફઘાન એરલાઇન્સનું બોઇંગ પ્લેન સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 1.10 વાગ્યે બપોરે તૂટી પડ્યું છે. એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે પ્લેન હેરાતથી ગઝની તરફ ઉડાનમાં હતું. જોકે આ મામલે અરિયાના એરલાઇનના CEOએ કહ્યું કે તેમની એરલાઇનમાં આ પ્રકારની દુર્ઘટના બની નથી. એરલાઇનના CEO મિરવાઇઝ મિરઝકવાલે કહ્યું કે એક પ્લેન ક્રેશના રિપોર્ટ છે પણ પણે તે અરિયાના એરલાઇનનું નથી. જે બે ફ્લાઇટ હેરાતથી કાબૂલ અને હેરાતથી દિલ્હી જઇ રહી હતી તે સુરક્ષિત છે.

અરિયાના અફઘાનિસ્તાનની સૌથી મોટી એરલાઇન્સ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 737-400 જેટ છે જે લગભગ 30 વર્ષ જૂનું છે. ગઝની પ્રાંતના અધિકારીઓ પ્રમાણે ટેક્નિકલ કારણોના લીધે વિમાન ક્રેશ થયું. તે પડ્યું તે સાથે જ આગ પકડી લીધી હતી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સરવર દાનિશે દુર્ઘટનામાં અમુક લોકોના મરવાની આશંકા દર્શાવી હતી. આ પહેલા 2005માં અફઘાનિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારે પશ્વિમ હેરાતથી કાબૂલ આવી રહેલું કૈમ એરલાઇન્સનું વિમાન હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું.