the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

કેન્દ્રનું અડગ વલણ

દેશના નવા નાગરિકતા કાયદા અને તેના વિરોધ સામેના સરકારના આકરા પ્રતિભાવની આંતરરાષ્ટÙીય મીડિયામાં આકરી ટીકા થઈ રહી છે, પરંતુ તેનાથી દિલ્હી જરાય ચિંતિત હોવાના ભાગ્યે જ કોઈ સંકેત મળ્યા છે.પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા, ઇસ્લામધર્મીઓ સિવાયના, અન્ય ધર્મના લોકોને ભારતનું ઝડપથી નાગરિકત્વ આપવાની જાગવાઈ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ)માં કરવામાં આવી છે.સીએએ અને ગેરકાયદે વસાહતીઓને ઓળખી કાઢવાના હેતુસરની નેશનલ રજિસ્ટર આૅફ સિટીઝન્સ (એનઆરસી)ની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.તેની ટીકા કરતા લોકો કહી રહ્યા છે કે નાગરિકત્વ માટે ધર્મને આધાર ગણવાનો માપદંડ ભારતના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંત પર કુઠારાઘાત સમાન છે.સીએએ તથા એનઆરસીના વિરોધકર્તાઓ સામે સરકારે પોલીસ કાર્યવાહી કરાવી છે, વિરોધકર્તાઓને બદનામ કરવા પ્રચારઝુંબેશ શરૂ કરી છે, ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.વિરોધકર્તાઓને ઓળખી કાઢવા માટે ફેશિઅલ રેકÂગ્નશન ટૅક્નાલાજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પગલાંઓએ એવી ટીકાને બળ આપ્યું છે કે સરકાર ભિન્નમતને સાંખી શકતી નથી.ભારતના પ્રતિસ્પર્ધી અને સૌથી નજીકના પાડોશી પાકિસ્તાને ભારતની ટીકા કરી છે, પણ એમાં કશું આશ્ચર્યજનક નથી.પરંતુ ભારતની પ્રતિષ્ઠા એકદમ ઊજળી હોય તેવા દેશોમાંથી મળતા ચિંતાના સંકેત ખરેખર ધ્યાનાકર્ષક છે.પશ્ચિમમાં અમેરિકામાંથી સ્પષ્ટ સંકેત મળ્યા છે. સીએએ ખરડો પસાર થવાનો હતો ત્યારે જ અમેરિકાના આંતરરાષ્ટÙીય ધાર્મિક સ્વાતંત્ર્ય વિશેના પંચ (યુએસસીઆઈઆરએફ)એ આ કાયદાને ખોટી દિશામાંનો જાખમી વળાંક ગણાવ્યો હતો.યુએસસીઆઈઆરએફે ઉમેર્યું હતું, ભારતીય નાગરિકત્વ માટે ભારત સરકાર એક ધાર્મિક માપદંડ સર્જી રહી છે અને તેને કારણે લાખો મુસલમાનોનું નાગરિકત્વ છીનવાઈ જશે, એવો યુએનસીઆઈઆરએફને ડર છે.સીએએ બાબતે નવી દિલ્હીનું વલણ સ્પષ્ટ તથા અડગ હોય એવું લાગે છે અને સરકાર જરાય ચિંતિત જણાતી નથી.પ્રતિષ્ઠામાંના ઘસારા પ્રત્યેની આ ઉદાસીનતાને કારણે ભારતીય રાજદ્વારી અધિકારીઓનો મોટા ભાગનો સમય દેશની બિનલોકપ્રિય નીતિઓનો બચાવ કરવામાં ખર્ચાય છે.ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડી છે અને એ તત્કાળ ગતિ પકડે તેવા સંકેત દેખાતા નથી ત્યારે સરકાર માટે તેની વિવાદાસ્પદ અને ટીકાકર્તાઓએ જેને બાહુલ્યવાદી ગણાવી છે એ નીતિને, વધારે રાજદ્વારી પ્રતિષ્ઠા ગુમાવ્યા વિના ત્યાગવાનું મુશ્કેલ પુરવાર થઈ શકે છે.આમેય અર્થતંત્રની મંદીને કારણે અને બેરોજગારીનાં આંકડાઓ જાહેર થયા બાદ સરકાર પર દબાણ વધ્યું છે ત્યારે તેમણે સંસદમાં પસાર કરેલા કાયદાઓ અંગે તેમણે મજબૂત વલણ દાખવવાની ફરજ પડી છે અને તે કારણે જ તેઓ હાલ તો માહોલ ઠંડો પડે તેની રાહ જાઇ રહ્યાં છે. હાલમાં જે કાયદાઓ પસાર થયા છે તે અંગે હવે કેટલાક કેસ અદાલતોમાં છે જા કે અદાલતો કેન્દ્ર દ્વારા પસાર કરેલા કાયદાઓની સમીક્ષા માત્ર કરી શકે તેમને તે કોઇ સીધો આદેશ આપી શકે તેમ નથી કારણકે અદાલતોનું કામ કાયદાને બદલવાનુ હોતું નથી આ કામ માત્ર સંસદ જ કરી શકે છે ન્યાયતંત્ર અને સંસદ વચ્ચે સંઘર્ષ આમેય યોગ્ય માનવામાં આવતો નથી કેન્દ્ર સરકારે હાલમાં કેટલાક નવા પગલાઓ લઇને પોતે સુધારાલક્ષી દૃષ્ટિકોણ ધરાવે છે તે સાબિત કરવા માંગે છે તેવામાં કાયદાઓનો વિરોધ તેમના માટે થોડો મુશ્કેલ ગાળો લાવનાર સાબિત થાય તેમ છે પણ સરકાર પોતાના પગલાઓ અંગે હાલ તો અડગ મનોવલણ દાખવી રહી છે અને થોડો સમય પસાર થયા બાદ કદાચ તે તેમાં થોડો સુધારો કરવાની તૈયારી દાખવે પણ હાલ તો તેમની પાસે પણ આ મામલે મજબૂત વલણ દાખવવા સિવાય બીજા કોઇ વિક્લ્પ બચ્યો નથી.