the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચીનની હુબેઈ યુનિ.માં વડોદરાની વિદ્યાર્થિની સહિત 20 ગુજરાતી સ્ટુડન્ટ ફસાયા, વિદ્યાર્થિનીના પિતાએ મદદ માટે PM, અમિત શાહ અને જયશંકરને ટ્વિટ કરી

  • મારી દીકરી સહિતના 20 વિદ્યાર્થીઓ ભૂખ્યા-તરસ્યા છે, તેઓને પાછા લાવવામાં સરકાર મદદ કરે

વડોદરાઃ ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલી વડોદરાની વિદ્યાર્થિની શ્રેયા જયમાન(ઉ.વ.18) સહિત 20 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેઓ ભોજન અને પાણી મળી રહ્યું નથી. અને મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. જેથી વિદ્યાર્થિનીના પિતા શશિકુમાર જયમાને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદને ટ્વિટ કરીને આ અંગે જાણ કરી છે અને તેમની પુત્રી સહિત વિદ્યાર્થીઓને બચાવવા માટે માંગણી કરી છે. પિતા શશિકુમાર જયમાને divyabhaskar.com સાથેની Exclusive વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી સાથે 20 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હુબેઇ યુનિવર્સિટીમાં ફસાયા છે અને તેઓ ભૂખ્યા-તરસ્યા છે.

Shashi Kumar Jaiman@JaimanShashi

@narendramodi @PMOIndia My daughter Shreya Jaiman is studying in Hubei University for MBBS, in Wuhan city of China. There are nearly about 300 students of India who are stuck there due to Carona Virus. Please take necessary steps to take them back to India.

વિદ્યાર્થીઓ પાસે પાણી અને ભોજન મળતુ નથી

ચીનના વુહાન શહેરમાં બે વર્ષથી અભ્યાસ કરતી શ્રેયાના પિતા પિતા શશિકુમાર જયમાને જણાવ્યું હતું કે, મારી દીકરી વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. જ્યાં તેમને ભોજન અને પાણી મળતુ નથી. તેઓને હોસ્ટેલમાંથી નીકળવા દેતા નથી. તેની સાથે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અમારી સરકાર સામે માંગણી છે કે, જલ્દી મારી દીકરી સહિતના વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે.

Shashi Kumar Jaiman@JaimanShashi

@AmitShahOffice @PMOIndia My daughter Shreya Jaiman is studying in Hubei University for MBBS, in Wuhan city of China. There are nearly about 300 students of India in which100 Gujrati who are stuck there due to Carona Virus.Please take necessary steps to take them back to India.

પિતાએ દીકરી સહિતના વિ્દ્યાર્થીઓને પરત લાવવા વિનંતી કરી

શશિકુમાર જયમાને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદ કરેલા ટ્વિટમાં જણાવ્યું છે કે, મારી દીકરી શ્રેયા હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. અને તેની આસપાસમાં 300 જેટલા ભારતીય સ્ટુડન્ટ અને 100 ગુજરાતી સ્ટુન્ટ પણ ફસાયેલા છે. અને શ્રૈયાની સાથે જ 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. મહેરબાની કરીને તેઓને ભારત પાછા લાવવા માટે પગલા લો.

Shashi Kumar Jaiman@JaimanShashi

@DrSJaishankar My daughter Shreya Jaiman is studying in Hubei University for MBBS, in Wuhan city of China. There are nearly about 300 students of India in which100 Gujrati who are stuck there due to Carona Virus.Please take necessary steps to take them back to India.