the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ચીનમાં અત્યાર સુધી 80ના મોત, વુહાનથી પરત ફરેલો વિદ્યાર્થી ઈન્ફેક્શનની શંકાએ જયપુરમાં દાખલ, અમેરિકામાં 5 કેસ નોંધાયા

  • ભારતના સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે- રવિવાર સુધી એરપોર્ટ પર અંદાજે 29 હજાર યાત્રીઓની તપાસ કરવામાં આવી છે

  • ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગના જણાવ્યા પ્રમાણે- 24 કલાકમાં 769 નવા કેસ નોંધાયા

જયપુર/બેઈજિંગ/ વોશિંગ્ટન: ચીનમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 80 લોકોના મોત થયા છે. તેમાં હુબેઈમાં સૌથી વધારે 76 લોકોના મોત થયા છે. રવિવારે ઉત્તરી અમેરિકામાં 5 દર્દીઓમાં આ ઈન્ફેક્શન જોવા મળ્યું છે. જ્યારે વુહાનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા રાજસ્થાનના એક યુવકને કોરોનાવાયરસના ઈન્ફેક્શનની શંકા પછી જયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સ્વાસ્થય મંત્રી રઘુ શર્માએ કહ્યું કે, વિદ્યાર્થીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તપાસ માટે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

શર્માએ કહ્યું છે કે, રાજ્યના ચાર જિલ્લામાં 18 લોકો ચીનથી પરત આવ્યા છે. સંબંધિત જિલ્લા પ્રમુખો અને ચિકિત્સા અધિકારીઓને ચીનથી પરત આવેલા લોકોને 28 દિવસ સુધી ઓબ્ઝેર્વેશનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શર્માએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીને દેશના વિવિધ એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધા શરૂ કરવાની ભલામણ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા સહિત 7 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રવિવાર સુધી 139 ફ્લાઈટમાં અંદાજે 29 હજાર યાત્રીઓની તપાસ કરવામાં આવી છે.

ચીનમાં 16થી વધારે શહેર લોકડાઉન
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે સોમવારે કહ્યું છે કે, ચીનમાં 24 કલાકમાં કોરોના વાયરસના 769 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી 2454થી વધારે કેસ સામે આવ્યા છે. તેમાં હુબેઈ રાજ્યમાં 1423 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દુનિયામાં થઈને 2504 લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. ચીને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વુહાન શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દીધું છે. 16 અન્ય શહેરોમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે હવે કોઈ વ્યક્તિ આ શહેરમાંથી બહાર ન જઈ શકે.

ઈમરજન્સી ખતમ ન થાય ત્યાં સુધી પશુઓના વેચાણ પર પ્રતિબંધ
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને ચીન સરકારે રવિવારે જંગલી જાનવરોના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારી આદેશ પ્રમાણે જંગલી જાનવરોની પ્રજાતીઓનું વેચાણ કરવું, તેમને ઉપાડવા અને તેમને ક્યાંય લાવવા-લઈ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ કૃષિ મંત્રાલય રાજ્ય પ્રશાસન બજાર નિયમન અને રાષ્ટ્રીય વાનિકી અને ગ્રાસલેન્ડ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી ઈમરજન્સી ખતમ ન કરી દેવામાં આવે.

કોરોના વાયરસના કેસ
હોંગકોંગમાં 6, મકાઉમાં 5, તાઈવાનમાં 3 અને એશયાઈ ભાગમાં 24 જ્યારે યુરોપમાં 3 અને ઉત્તરી અમેરિકામાં 5 કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં નોંધવામાં આવ્યો હતો.

વુહાનમાં 700 ભારતીય વિદ્યાર્થીઓ ભણે
વુહાનમાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ક્રિસમની રજામાં મોટા ભાગના લોકો ભારત આવ્યા હતા. જ્યારે 250 વિદ્યાર્થીઓ હજી વુહાનમાં ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓના માતા-પિતાએ કોરોના વાયરસ ઝડપથી ફેલાતો હોવાથી તેમની ખૂબ ચિંતા છે. વુહાન યુનિવર્સિટીના એખ મેડિકલ સ્ટૂડન્ટના પિતા કુમારન જે.કેના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓ પાસે ખાણી-પીણીનો સામાન પૂરો થઈ ગયો છે. ત્યાં ઈમરજન્સી હોવાના કારણે ઘણી દુકાનો બંધ હોય છે. લોકોને ઘરની બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જ્યારે વુહાનમાંથી નીકળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો.

ભારતીયોની મદદ માટે 3 હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે બેઈજિંગમાં ભારતીય એમ્બેસેડરની દરેક ભારતીય નાગરિકના સ્વાસ્થય પર નજર છે. તેમણે સ્થિતિની માહિતી મેળવવા માટે એમ્બેસીના સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી છે. આ દરમિયાન બેઈજિંગમાં ભારતીયો માટે 3 હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ નંબરો પર 24 કલાકમાં ગમે ત્યારે ભારતીય નાગરિકો વિશેની માહિતી મેળવી શકાય છે.