the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જંગલ વિસ્તામાં વધારો

ગ્લોબલ વો‹મગના કકળાટ અને ખોરવાતા ઋતુચક્ર વચ્ચે ભારતે પર્યાવરણીય સમતુલા જાળવવાની દિશામાં નોંધપાત્ર પહેલ અને પ્રગતિ કરી છે. માનવામાં ન આવે છતાં માનવી ગમે એવી હકીકત એ બહાર આવી છે કે ભારતમાં જંગલ વિસ્તાર વધી રહ્યો છે. આનો સાફસાફ અર્થ એવો સમજવાનો કે વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. પોતે જે ડાળ પર બેઠો, ઊભા કે સૂતો હોય એ તોડવાની બેવકૂફી કાળા માથાનો માનવી સાવ બંધ તો ન કરી શકે. ઠેરે ઠેર વૃક્ષો કાપવા સામે વિરોધ અને વિવાદ વચ્ચે ‘ઇંડિયા સ્ટેટ આૅફ ફોરેસ્ટ રિપોર્ટ ૨૦૧૯’માં દાવો કરાયો છે કે જંગલ વધવાની બાબતમાં ભારત દુનિયાના ઘણાં દેશોથી આગળ છે. ખરેખર હરખાવા જેવી બાબત છે. પણ આપણે ઇચ્છીએ વિશ્ર્વભરમાં ક્્યાંક વનનું તો ઠીક, એક વૃક્ષનું ય નિકંદન ન નીકળે. કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે પ્રગટ કરેલા અહેવાલ મુજબ છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં તેર હજાર ચોરસ કિલોમીટર વન વિસ્તારની વૃદ્ધિ થઇ છે. સરકારી રિપોર્ટ છે એટલે આ માટે સરકારી નીતિની પીઠ થપથપાવવા સાથે જનસહભાગિતાનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. ‘ચિપકો આંદોલન’થી લઇને ‘આરે વિવાદ’ સુધી મુસાફરી આપણી વૃક્ષો, પ્રત્યેની જાગૃતિ અને પ્રેમની સાહેદી દર્શાવે છે. આ વિધેયાત્મક પરિણામમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કારનોય મોટો ફાળો છે એ ભૂલી ન શકાય. આ દેશમાં વૃક્ષ વાવવાને પુણ્ય-કાર્ય મનાય છે. વૃક્ષની પૂજા થાય છે. આ બધાની સાથે વધુ ઝાડ કાપવા ન પડે એ વિશે વિચારવાની જરૂર છે. માત્ર લાકડાંમાંથી બનતી સામગ્રી અન્ય વૈકÂલ્પક ચીજામાંથી બને એ દિશામાં પ્રયોગ અને સંશોધનને પ્રોત્સાહન આપવાની દિશામાં સત્વરે વિચારવું પડશે. અમેરિકા જેવા દેશો વનમાં લાગેલા દાવાનળને મહિનાઓ સુધી કાબૂમાં લઇ શકતા નથી, ત્યારે ભારતમાં આવી આગના પ્રમાણમાં વીસ ટકાનો ઘટાડો થયાની શાતાદાયક માહિતી આવી છે. સ્મશાનમાં લાકડાનો ઉપયોગ ઘટી રહ્યો છે એ જ પ્રમાણે વધુને વધુ વૃક્ષ ટકી રહે એ જાવાની આપણા સૌની ફરજ છે.આ રિપોર્ટની સૌથી આવકાર્ય બાબત છે જંગલની બહાર વિકસતા જંગલ. દેશભરમાં વૃક્ષારોપણની વધતી પ્રવૃત્તિને લીધે પરંપરાગત વન વિસ્તારની બહાર પણ વનરાજી વધી રહી છે. આ લીલોતરી ગ્રામીણ સાથે શહેરી વિસ્તારમાંય વિસ્તરી રહી છે. ૨૦૧૭માં જંગલની બહારના જંગલનો વિસ્તાર ૧,૯૪,૫૦૭ ચોરસ કિલોમીટર હતો, એમાં ૪૩૦૬ ચો.કિ.મી.નો વ્યાપ વિસ્તર્યો છે.ભારતમાં અત્યાર સુધી ભારે અવગણનાનો ભોગ બનેલા મેંગ્રોવના વિસ્તારમાંય વધારો નોંધાયો છે. દરિયાઇ ક્ષેત્રની આસપાસના આ વન-વિસ્તારમાં બે વરસમાં ૫૪ ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયો છે. હકીકતમાં તો દરિયાકિનારે બંગલો મકાન બાંધવાનો મોહ છોડી દેવાની જરૂર છે. આ લાલચમાં આપણે મેંગ્રોવ તો ઠીક, દરિયાઇ વિસ્તાર પર અતિક્રમણ કરીએ છીએ. આ બધા અર્થમાં મહા હાનિકારક છે.આ રિપોર્ટ મુજબ સૌથી વધુ વન-વિસ્તાર વધ્યા છે એ રાજ્યોમાં ક્રમશઃ કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ છે. ભવિષ્યમાં આ યાદીમાં વધુને વધુ રાજ્યો જાડાય એવી આશા અસ્થાને નથી.આમ તો ભારતની સંસ્કૃતિમાં જ પ્રકૃત્તિને ઉચ્ચ સ્થાન અપાયું છે પણ આજની જીવન શૈલી અને વિકાસની માંગને કારણે ઔદ્યોગિક ક્રાંતિ પણ જરૂરી બની રહે છે તે સિવાય આપણે કશું આગળ પગલું માંડી શકતા નથી તેના કારણે લીલાછમ વૃક્ષોનો નાશ કરવાની ફરજ પડતી હોય છે પણ તેમ છતાં જે રીતે ગ્લોબલ વો‹મગનાં ચિંતાજનક લક્ષણો હાલમાં જણાય છે તેને રોકવા માટે વૃક્ષોનો વધારો કરવા સિવાય માનવી પાસે બીજા કોઇ વિકલ્પ બચ્યો નથી અને સરકારે આ દિશામાં ઉત્તમ કામગિરી કરી છે તે આગળનાં સમયમાં પણ જળવાઇ રહે તેવી આશા.