the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહિલાએ મિઠાઇ ખાવાની સ્પર્ધામાં મોંમાં કેક ઠૂંસી, શ્વાસ ન લઇ શકતા મોત

  • મહિલાને બચાવવા માટે બાજુમાં ઉભેલા લોકોએ CPR આપ્યું, હોસ્પિટલ લઇ જવા છતાંય બચાવી ન શક્યા

  • સ્પર્ધાનું આયોજન કરનાર હોટેલે ફેસબુક પર મૃત્યુ પામેલી મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

સિડની: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સૌથી વધારે મિઠાઇ ખાવાની સ્પર્ધા જીતવાના ચક્કરમાં એક 60 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ પ્રમાણે હાર્વી બે સ્થિત બીચ હાઉસ હોટલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા જીતવા માટે એક પછી એક ઘણી કેક તે મહિલાએ મોંમાં ભરી દીધી હતી. તેના લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ. ત્યારબાદ આજુબાજુના લોકોએ બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ હોસ્પિટલ પહોંચાડ્યા બાદ પણ તે મહિલાને બચાવવામાં સફળતા મળી ન હતી.

હોટલમાં ઉપસ્થિત લોકો પ્રમાણે મહિલાએ જ્યારે ઘણી કેક એકસાથે ખાવાની કોશિષ કરી તો તેનો શ્વાસ ઘુંટાવા લાગ્યો હતો. તે નીચે પડી તો લોકોએ CPR આપીને તે મહિલાને ભાનમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવીને મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા ડે પર ખાણીપીણીની સ્પર્ધાઓ લોકપ્રિય
ઘટના બાદ બીચ હાઉસ હોટેલે ફેસબુક પર મેસેજ પોસ્ટ કરીને મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં વધારે ખાવાની સ્પર્ધાઓ ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલિયા ડે પર ઘણી હોટલમાં આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ઓસ્ટ્રેલિયામાં આવનારા પહેલા યુરોપિયન લોકોને યાદ કરવામાં આવે છે. આવી સ્પર્ધાઓમાં સ્પર્ધકો મોટાભાગે કેક, પાઇ, હોટડોગ અથવા અન્ય ચીજો ખાઇને ઈનામ જીતે છે.